પ્રેમ સાથે માન કેમ નથી મળતું?
કોઈને પણ પૂછવામાં આવે કે તે પોતાની mummy ને કેટલો પ્રેમ કરે છે..! તો કદાચ હાસ્યાસ્પદ લાગશે કારણકે માતાનાપ્રેમ પર તો કેટલીયે કવિતાઓ લખાઈ છે. માતાના પ્રેમ નો કોઈ વિકલ્પ નથી પરંતુ આપણે માતાના પ્રેમ ના ગુણ ગાન ગાવાના બદલે જો દિલ થી મદદ કરવાનું વિચારીએ તો કદાચ એ સાચી ભેટ હશે. દીકરી હોય તો માને ઘરકામ માં મદદ કરે પરંતુ પતિ કે દીકરો તો એ ના કરી શકે ને કારણકે માના પ્રેમ કે માની સેવા કરતા સમાજે શીખવેલ પુરુષ તરીકે નું ઘમંડ અને મિથ્યાભિમાન વધારે મહત્વનું છે?. આજ પછી જયારે પણ માતાના ગુણ ગાન ગાવાનું મન થાય તો એને મદદ કરવાનું વિચારજો કારણકે શબ્દો કરતા ખરું કાર્ય એને વધુ મદદ કરશે. એક બવું સામાન્ય લાગતી આ વાત ઘણો બદલાવ લાવી શકે છે અને સ્ત્રી ના સન્માન તથા સશક્તિકરણ ને ઘણે અંશે સાર્થક કરી શકે છે. બાકી શબ્દોથી માતાના પ્રેમ નો બદલો ક્યારેય ના વાળી શકાય. ચાલો જોઈએ કેટલા પુત્રો અહમ તથા સમાજ ને બાજુમાં મૂકી માતાનો સાચો પુત્ર બની શકે છે..!! નિબંધ લખવા જેટલું કે ફક્ત મોંઘી ભેટ આપી માં ને ખુશ કરવા જેટલું સહેલું નથી આ કાર્ય પણ સાચું અને ખરું છે.