Posts

Showing posts from January, 2018

જમાનો બદલાતા વાર કેમ લાગે છે? સ્ત્રી શસક્તિકરણની જરૂર કેમ વધતી જાય છે?

જમાનો બદલાતા વાર કેમ લાગે છે? સ્ત્રી શસક્તિકરણની જરૂર કેમ વધતી જાય છે? ઘણી સ્ત્રીઓ, ખાસ કરીને એવી સ્ત્રીઓ કે જેને પગ પાર ઉભા રેહવાની ધગશ રહેલી હોય છે છતાં કઈ સાકાર થતું નથી, ફક્ત સમાજ ના રિવાજો અને પરંપરાઓ ને કારણે.. અને જે કારણો મોટા ભાગે જોવા મળે છે એ હોય છે.. છોકરીઓ પ્રત્યે ઘર તરફથી જ ઓછું ધ્યાન આપવુ, ખાસ કરીને career  બાબતે. ભણવા માટે પ્રોત્સાહિત કરવું પરંતુ લગ્ન જ મુખ્ય ધ્યેય હોવો લગ્નમાં તો જે સાસરી વાળા કહે એ માનવું જ એવી મુખ્ય શિખામણો અને ઘર કરીને રેહવાની ખાસ ટકોર લગ્ન બાદ ના બંધનો  તથા નાહકના રિવાજો અને બંધનો ચાલો માની લીધું કે આ છે પણ એક વાર વિચારો કે કોઈ પણ સ્ત્રી મનથી ધારી લે કે આ રીત તે પોતાની દીકરી અને પુત્રવધુ સાથે નહિ થવા દે તો જમાનો ત્યાંથી જ સુધારવા માંડે છે પરંતુ સ્ત્રી આમ વિચારવાને બદલે પુત્રવધુ સાથે એવી હરીફાઈ કરે છે કે "મેં એટલું ભોગવ્યું તો એ કેમ ના ભોગવે..!" એને શુ કરવા વધારે સગવડ મળે...!   આવી સ્ત્રીઓ જ સમાજ ની સાચી દુશ્મન છે. ઘણી સ્ત્રીઓ દીકરીઓ ને પણ એવી જ શિખામણ આપે છે કે ઘર કરીને રહેવાનું, કઈ પણ થાય સાસરી માં તો સહન કરવાનું એમ કઈ ઘડી

સ્વતત્રતા પર તરાપ મારવાથી કોઈ વ્યક્તિ પોતાની થઇ શક્તિ નથી. પ્રેમ એ સ્વતંત્રતા, વિશ્વાસ અને આદર નું બીજું નામ છે

આજે અચાનક જ ધર્મ અને કર્મ એટલે  શુ એનું પૂરું ચિત્ર સામે આવી ગયું.  જમાનો મોડર્ન થતો જાય છે. સંસકાર  શબ્દ પાર એટલો ભાર મુકવામાં આવે છે જાણે કે અમુક લોકો ની સંપત્તિ હોય એ.  પણ શું આ મોડર્ન યુગ માં ખરા અર્થ માં સંસ્કાર  ,  ધર્મ અને કર્મ નો અર્થ રહ્યો છે..!!   ધર્મ અને ગીતા જણાવે છે સંયમ , ચારિત્રય , સન્માન, દયા , ક્ષમા અને સાથે સાથે દ્રઢતા , વિશ્વાસ , ધીરજ અને પ્રેમ ની સૌંહિં પરિભાષા શીખવાડે છે પણ આજે કેટલા લોકો માં આ ગન જોવા મળે છે..!! સંયમ , ચારિત્રય અને પ્રેમ ને તો કૈક નવું જ રૂપ આપવામાં આવ્યું છે અને ધર્મ માં માનનારા ને જુનવાણી માનવામાં આવે છે. તો એ વાત તો સાફ છે કે અપને જેને અનુસરીએ છે એ છે રીતિ રિવાજ  નહિ  કે ધર્મ. જેમાં સુધારા ની સતત જરૂર છે . કારણ કે શ્રી કૃષ્ણ એ પણ સંદેશ આપ્યો છે કે દરેક મનુષ્યએ સમય પ્રમાણે પોતાના વિચારો ને બદલવા જ પડશે.   સમય પ્રમાણે પહેરવેશ , સ્વતાંત્રતા તથા પરંપરા માં બદલાવ થાય એ સ્વાભાવિક છે પણ સંસ્કારના pillar  સંયમ , ચારિત્રય , સન્માન અને પ્રેમ ત્યાંજ હયાત રહે તો કોઈ જ ચિંતા ની આવશ્યકતા નથી.  એક અલ્ટ્રા મોડર્ન યુવક કે યુવતી પણ સંસકાર માં અવ્વલ સાબિત થાય