Posts

Showing posts from October, 2017

શરમ , આબરૂ અને મર્યાદા

શરમ , આબરૂ અને મર્યાદા આ શબ્દો મહદંશે સ્ત્રીઓ સાથે જ જોડાયેલ છે. આનું કારણ હજુ સમજાયું નથી.  કોઈ નવજાત બાળક તરછોડે ત્યારે હંમેશા એમ જ કહેવાય કે કઈ રીતે માં નું હૃદય ચાલ્યું એવું કરતા. શું પિતા ની કોઈ જ જવાબદારી નથી ? આમ જયારે સમાનતા ની વાત કરવામાં આવે ત્યારે ઘણા પુરુષો સામે આવે છે કે પિતા પણ બરાબર જવાબદારી નિભાવે છે. કેમ બાળક માતા ને જ સોંપવું અને બીજું ઘણું બધું. સ્ત્રી પુરુષ ની ગેરહાજરી માં બંને ની જવાબદારી નિભાવી જાણે છે અને એ પણ સમાજ ના નિયમો થી બંધાયેલી હોવા છતાં. કેટલા પુરુષો એકલા હાથે બંનેની  ની જવાબદારી નિભાવી શકે અને બાળક ને મોટું કરી શકે. આવા પુરુષો મોટા ભાગે બિચારા   થઇ જતા હોય છે. તરત જ બીજી ચોકી શોધવાની શરુઆત થઇ જાય છે કારણકે એકલો પુરુષ તો ના કરી શકે ને બાળકો નો ઉચ્છેર , એકલો પુરુષ જમવાનું કઈ રીતે manage  કરે..!!  સમાજ માં આવા પુરુષો હોય તો આશ્ચર્ય થઇ જાય છે એ જ બતાવે છે અસલી સ્થિતિ.  અને છતાં સમાનતા ની વાત આવતા કૂદી પાડવામાં આવે છે. સમાનતા ની ખરી જરૂર તો પુરુષ ની સ્થિતિ સુધારીને કરવી જોઈએ જેથી એની હાલત દયનિય ના થાય. અહીં થી શરૂઆત કરીશું તો ઝડપથી આગળ વધી શકાશે.શરમ , આબરૂ

Financial Independence

છેલ્લાં એક વર્ષ માં મેં જેટલી સ્ત્રીઓ સાથે વાત કરી છે, એમાં થી મોટાભાગ ની સ્ત્રીઓ જે દુઃખી છે, સહન કરી રહી છે, મજબુર છે, બસ નિભાવી રહી છે એના પાછળ નું સૌથી મોટું કારણ છે તેઓ  Self Dependent નથી.! ડિગ્રી છે પણ job કરી નથી, કરોડપતિ ની દીકરી કરોડપતિ ના ઘરે પરણી પણ પોતાના bank account માં લાખ રૂપિયા પણ નથી, ઘરેણાં છે પણ સાસુ ની તિજોરી માં છે, લાખો રૂપિયા લગ્ન સભારંભ માં ખર્ચી નાખ્યા પણ પોતાનાં Start Up માટે fund નથી.!  શા માટે પોતાના ભવિષ્ય સાથે રમો છો? Financial Independence થી મોટું બીજું કોઈ સુખ નથી. પોતાની Capital, પોતાનું Career હશે તો આખી દુનિયા સાથે લડી શકશો. પોતાની મરજી  મુજબ જિંદગી જીવી શકશો.!  માતા પિતા ને મારી એટલી જ અરજ છે, કે આજ ના સમય માં દિકરીઓ ને બધાં ભણાવે તો છે જ, પણ એને એના પગ પર ઉભા રહેવાનો Chance પણ આપો, લગ્ન સમારંભ પાછળ ભલે ખર્ચો કરો પણ સાથે એને એની પોતાની મુડી પણ આપો (FD, PPF, Mutual fund) લાખો રૂપિયા ના ઘરેણાં આપવા કરતાં નાનો પણ એનો પોતાનો એક Flat આપો, ટુંકમા એણે આખી જિંદગી તમારા પર કે એના પતિ પર નિર્ભર ના રહેવું પડે એવી વ્યવસ્થા કરી આપો.!!

પારકી થાપણ

બેટી બચાવો બેટી પઢાઓ ત્યાં સુધી સંપૂર્ણ સાકાર નહિ થાય જ્યાં સુધી દીકરી પારકી થાપણ રહેશે. સ્ત્રી શસ્ક્તિકરણના રસ્તે સૌથી મોટો દુશ્મન આજ પ્રકારની વિચારસરણી અને ટ્રેડિશન છે.   સમાનતા ની વાતો થાય ત્યારે અમુક પુરુષો તરફ થી જાત ભાત ની ધડ માથા વગર ની  વાતો દ્વારા આક્ષેપો કરવામાં આવે છે પરંતુ હજારો માનસિકતા જે સમાજ દ્વારા તૈયાર કરવામાંઆવી છે અને જડતા થી હજુ સુધી એનો અમલ કરવામાં આવે છે. જેમ કે ઘર ની જવાબદારી સ્ત્રીઓ નું કામ , બાળકની જવાબદારી સ્ત્રીઓની જવાબદારી , વૃદ્ધો ની જવાબદારી સ્ત્રીઓની ફરજ (પોતાના પણ) , ઓફિસે જવાની છૂટ મળે પણ પુરુષ પાસે જરાય adjustment  કે મદદ  ની અપેક્ષા ના રખાય. પારકી થાપણ જ્યાં સુધી દીકરી રહેશે ત્યાં સુધી તે કોઈની પોતાની નહિ થાય અને બિચારી જ રહેશે.  સમાનતા ની વાતો ત્યાં સુધી ફક્ત એક સપનું જ રહેશે.    પોતાના જ માતા પિતા ની સેવા માં કે પોતાના જ બાળક ની સંભાળમાં  ego ક્યાંથી આવે. ..!! શુ એકલો પુરુષ માતાપિતા નીસંભાળ લેવામા અસક્ષમ પુરવાર થશે? શું એકલો પુરુષ બાળક ની સંભાળ ના લઇ શકે? આ જ વ્યવસ્થાને કારણે પૈસા કમાતો પુરુષ ઘર અને સંબંધો એકલા હાથે સંભાળી  શકતો નથી. શું કરવા પુ

તિરસ્કાર યોગ્ય છે?

આજની પેઢી ના દરેક માતા પિતા ની એવી ઈચ્છા હોય છે કે તેમનું સંતાન આજ ની હરીફાઈ ના યુગમાં કદમ થી કદમ મિલાવીને ચાલે અને હોવી પણ જોઈએ . તેમાં કઈ જ ખોટું નથી પરંતુ ઈચ્છાઓને સંતોષવા   પોતાનો વારસો , પોતાની ઓળખને ભૂલી જવી કેટલી યોગ્ય ?  આજ વાત પાર કેટલાય વડીલો હાલમાં પસ્તાવો રહ્યા છે . વિશ્વ ગુજરાતી દિવસની હમણાં ઉજવણી કરવામાં આવી અને આજના યુગ માં પણ પોતાના સંતાનોને ગુજરાતી માધ્યમમાં મુકવા બદલ કેટલાક માતા પિતાના વિચાર   જાણવામાં   આવ્યા . એક વાલીએ ખુબજ સરસ જવાબ આપ્યો - " મારુ સંતાન પેહલા એની શુ ઓળખ છે એ તો જાણે પછી એને પુરી દુનિયા વિશે જાણવાની છૂટ છે . એમને જણાવ્યું કે જેને પોતાનો જ પાયો ખબર નથી એ બીજી સંસ્કૃતિ જાણવા કેટલું સક્ષમ હશે ? એ અવ્વલ તો નહિ જ રહી શકે . એ જ રીતે જેને પોતાની જ ભાષા બોલવામાં પ્રયત્ન કરવો પડે છે કે શરમ   છે તે વળી બીજી ભાષા તો ફક્ત પોતાનું માન સંતોષવા જ શીખવાનો ને , એની કોઈ બીજી તમન્ના ના હોઈ શકે . આજ કાલના અંગ્