Posts

Showing posts from 2021

શું આ ગુનો છે ? અભિપ્રાય જરૂરથી આપજો

  એક છોકરી સાથે મળવાનું થયું .  તેના લગ્ન 2016 માં થયા અને તેનો પતિ તેની સાથે મારઝૂડ કરતો જેના કારણે તે અત્યંત દુઃખી રેહતી. લગ્ન જીવન તથા માતા પિતા ની આબરૂ બચવાના અનેક પ્રયત્ન તેને કર્યા પરંતુ તેનો પતિ તેનામાં કોઈ રસ ધરાવતો નહતો અને લગ્ન તેને તેના પરિવારનું માન રાખવા કાર્ય હતા તેવું જાણવા મળ્યું. એટલું જ નહિ અન્ય છકારીઓ સાથે પણ લગ્ન નું નાટક અગાઉ કરી ચુક્યો હતો .આ લગ્ન જીવન બચાવવા તેના માતા પિતાએ પૈસા મામલે પણ હાથ છૂટો રાખ્યો પરંતુ અંતે છૂટાછેડા સિવાય કોઈ રસ્તો હાથે ના આવ્યો.  આ છોકરીએ છૂટાછેડા તો લીધા પરંતુ હવે એની ખરી પરીક્ષા શરુ થયી. સમાજ એ દયા નો જે ધોધ વરસાવ્યો એનાથી તેનો પરિવાર ટ્રસ્ટ થયો ગયો. આ છોકરી જ્યાં જાય ત્યાં સ્ત્રીઓ ની વાતો શરુ થતી કે બિચારી ને એનો પતિ છોડી ગયો. કેવું નસીબ અને માં બાપ ની કેવી જિંદગી. બિચારા માં બાપ ને પણ સહન કરવાનું. કેટલીક સ્ત્રીઓ દયા ની ઢાલ માં ચૂપાઇને તિર વરસાવતી તો કેટલીક સ્ત્રીઓ ખુલ્લે આમ બદલો લેવા પોતાની દીકરીઓને બોલાતી કે આનાથી દૂર રહે નહીંતર તુંય એની જેમ પાછી આવીશ. પોતાનું ઘર ના કરી શકી એ બીજાને શું સલાહ પતિ હશે અને ઘણું બધું.  આ વ્યથા થી  ત્રસ્ત

કેટલી છોકરીઓ કે છોકરાઓ હશે અહીં કે જેમને સત્ય બોલતા પેહલા એમ કહીને ચૂપ કરવામાં આવે છે કે એય તું ચૂપ રહે. તારે લગન કરવાના છે હજુ

 જો આ પ્રશ્ન નો જવાબ હા હોય તો મારે કઈ કેહવાની જરૂર નથી . તમે પોતે જ ઘણા બધા પ્રશ્નો વિચારશો અને એનો જવાબ મેળવવાની કોશિશ કરશો. જો એક બળાત્કારી ને , ખોટા ધંધા કરતી વ્યક્તિ ને આ સજા મળતી હોય તો વાજીબ છે પણ ફક્ત તમારે લગ્ન કરવાના છે એટલે અત્યારે કશું બોલવાનું નહિ, ક્યાંય પડવાનું નહિ એ કેટલું સાચું ?  હમણાં જ મારી સોસાયટી માં એક બેહને સામાન્ય ઝગડા માં પાડોશી ને કહ્યું કે. તું ચૂપ રહે નહિ તો તારી છોકરી કુંવારી જ રેહશે. એમાંય ૨૮ વર્ષ ની થયી ગયી છે . કોઈ બાપો લીધે નહિ જાય અને એ અપમાન એ છોકરીને એક વાર મરવા સુધીના વિચાર સુધી દોરી ગયું હતું .   ફ્રીડમ ઓફ સ્પીચ નો અહીં બંને બાજુ ઉલ્લઘન થાય છે પણ આ જ તો સમાજ છે.