શું આ ગુનો છે ? અભિપ્રાય જરૂરથી આપજો
એક છોકરી સાથે મળવાનું થયું . તેના લગ્ન 2016 માં થયા અને તેનો પતિ તેની સાથે મારઝૂડ કરતો જેના કારણે તે અત્યંત દુઃખી રેહતી. લગ્ન જીવન તથા માતા પિતા ની આબરૂ બચવાના અનેક પ્રયત્ન તેને કર્યા પરંતુ તેનો પતિ તેનામાં કોઈ રસ ધરાવતો નહતો અને લગ્ન તેને તેના પરિવારનું માન રાખવા કાર્ય હતા તેવું જાણવા મળ્યું. એટલું જ નહિ અન્ય છકારીઓ સાથે પણ લગ્ન નું નાટક અગાઉ કરી ચુક્યો હતો .આ લગ્ન જીવન બચાવવા તેના માતા પિતાએ પૈસા મામલે પણ હાથ છૂટો રાખ્યો પરંતુ અંતે છૂટાછેડા સિવાય કોઈ રસ્તો હાથે ના આવ્યો.
આ છોકરીએ છૂટાછેડા તો લીધા પરંતુ હવે એની ખરી પરીક્ષા શરુ થયી. સમાજ એ દયા નો જે ધોધ વરસાવ્યો એનાથી તેનો પરિવાર ટ્રસ્ટ થયો ગયો. આ છોકરી જ્યાં જાય ત્યાં સ્ત્રીઓ ની વાતો શરુ થતી કે બિચારી ને એનો પતિ છોડી ગયો. કેવું નસીબ અને માં બાપ ની કેવી જિંદગી. બિચારા માં બાપ ને પણ સહન કરવાનું. કેટલીક સ્ત્રીઓ દયા ની ઢાલ માં ચૂપાઇને તિર વરસાવતી તો કેટલીક સ્ત્રીઓ ખુલ્લે આમ બદલો લેવા પોતાની દીકરીઓને બોલાતી કે આનાથી દૂર રહે નહીંતર તુંય એની જેમ પાછી આવીશ. પોતાનું ઘર ના કરી શકી એ બીજાને શું સલાહ પતિ હશે અને ઘણું બધું.
આ વ્યથા થી ત્રસ્ત થયીને તેણીએ આત્મહત્યા ની પણ કોશિશ કરી .૫ વર્ષ નું ડિપ્રેસન ભોગવ્યું. કોણ તેનું ખરું ગુનેગાર..? ખરી રીતે જુવો તો એ જ સમાજ કે જેને હિમ્મત આપવાની જગ્યાએ તક નો ફાયદો લીધો. વાતો તો આપણે સૌ મોટી મોટી કરીએ છીએ પરંતુ કેટલા લોકો પોતાના માં બાપ ને આમ કરતા રોકે છે.? એ એક સળગતો પ્રશ્ન છે.
આજે કેટલાય યુવાનો માનસિક અસ્વસ્થતા નો ભોગ બન્યા છે અને ઓછા વત્તા અંશે તેનું કારણ સમાજ છે તો કેમ ટેવ સુધારવાની કોશિશ ના કરવી.
ફક્ત દીકરીઓ નહિ દીકરાઓ પણ આવી જ પરિસ્થિતિ ના શિકાર છે.
કેટલા લોકો મારી સાથે સંમત છે ? જો સંમત હોવ તો કમેન્ટ જરૂર કરજો. આ વાત ને આગળ ફેલાવા તમારા સહકાર ની જરૂર છે.
Comments
Post a Comment