તિરસ્કાર યોગ્ય છે?
આજની પેઢી ના દરેક
માતા પિતા ની એવી
ઈચ્છા હોય છે કે
તેમનું સંતાન આજ ની
હરીફાઈ ના યુગમાં કદમ
થી કદમ મિલાવીને ચાલે
અને હોવી પણ જોઈએ.
તેમાં કઈ જ ખોટું
નથી પરંતુ ઈચ્છાઓને સંતોષવા પોતાનો
વારસો , પોતાની ઓળખને ભૂલી
જવી કેટલી યોગ્ય? આજ વાત પાર
કેટલાય વડીલો હાલમાં પસ્તાવો
રહ્યા છે.
વિશ્વ
ગુજરાતી દિવસની હમણાં ઉજવણી
કરવામાં આવી અને આજના
યુગ માં પણ પોતાના
સંતાનોને ગુજરાતી માધ્યમમાં મુકવા બદલ કેટલાક
માતા પિતાના વિચાર જાણવામાં આવ્યા.
એક વાલીએ ખુબજ સરસ
જવાબ આપ્યો - "મારુ સંતાન પેહલા
એની શુ ઓળખ છે
એ તો જાણે પછી
એને પુરી દુનિયા વિશે
જાણવાની છૂટ છે. એમને
જણાવ્યું કે જેને પોતાનો
જ પાયો ખબર નથી
એ બીજી સંસ્કૃતિ જાણવા
કેટલું સક્ષમ હશે? એ
અવ્વલ તો નહિ જ
રહી શકે. એ જ
રીતે જેને પોતાની જ
ભાષા બોલવામાં પ્રયત્ન કરવો પડે છે
કે શરમ છે
તે વળી બીજી ભાષા
તો ફક્ત પોતાનું માન
સંતોષવા જ શીખવાનો ને
, એની કોઈ બીજી તમન્ના
ના હોઈ શકે.
આજ કાલના અંગ્રજી માધ્યમમાં
ભણતા બાળકોમાં આજ વસ્તુ જોવા
મળી રહી છે. તૂટ્યું
ફૂટ્યું અંગ્રેજી બોલીને માતા પિતા
અને સંતાનો સમાજમાં માન
મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે
કારણ કે આપણે જ
આપણી યોગ્યતાના
માપદંડ નીચલી કક્ષાએ લઇ
આવ્યા છે અને એવી
એક વિચારશૈલી વિકસાવી છે કે જે
પ્રમાણે આપણું દેશી અને
પારકું વિલાયતી એટલે કે સન્માનજનક.
આ સંસ્કાર જ દર્શાવે છે
કે આપણે સંતાનો ને
કેટલી ખોટી દિશામાં વળી
રહ્યા છે ? સંતાનો ની
સૌથી પહેલી શિક્ષા એ
હોવી જોઈએ કે "આપણાનું
સન્માન કરતા શીખે." કદાચ
એમાં કોઈ ક્ષતિ હોય
તો એને સુધારી ઉચ્ચ
કક્ષાએ લઇ જઈએ નહિ
કે એના થી શરમ
અનુભવીએ."
અંગ્રેજી
શીખવું એ સમય ની
જરૂરિયાત છે અને દરેક
બાળકએ પોતાના દેશને વિશ્વ
સાથે જોડવા કે પોતાના
ઉચ્ચતમ વિકાસ માટે એ
કરવું આવશ્યક છે પરંતુ
એનો અર્થ એ નથી
કે ગુજરાતી છોડીને એક પ્રકારનો
ગર્વ અનુભવવો ..! આજના દરેક માતા
પિતા એક પ્રકારે ગર્વ
અનુભવી રહ્યા છે કે
એમના સંતાનને ગુજરાતી તો આવડતું જ
નથી. આ એક અત્યંત
મુર્ખામી ભર્યો આનંદ છે.
Comments
Post a Comment