પારકી થાપણ

બેટી બચાવો બેટી પઢાઓ ત્યાં સુધી સંપૂર્ણ સાકાર નહિ થાય જ્યાં સુધી દીકરી પારકી થાપણ રહેશે. સ્ત્રી શસ્ક્તિકરણના રસ્તે સૌથી મોટો દુશ્મન આજ પ્રકારની વિચારસરણી અને ટ્રેડિશન છે.   સમાનતા ની વાતો થાય ત્યારે અમુક પુરુષો તરફ થી જાત ભાત ની ધડ માથા વગર ની  વાતો દ્વારા આક્ષેપો કરવામાં આવે છે પરંતુ હજારો માનસિકતા જે સમાજ દ્વારા તૈયાર કરવામાંઆવી છે અને જડતા થી હજુ સુધી એનો અમલ કરવામાં આવે છે. જેમ કે ઘર ની જવાબદારી સ્ત્રીઓ નું કામ , બાળકની જવાબદારી સ્ત્રીઓની જવાબદારી , વૃદ્ધો ની જવાબદારી સ્ત્રીઓની ફરજ (પોતાના પણ) , ઓફિસે જવાની છૂટ મળે પણ પુરુષ પાસે જરાય adjustment  કે મદદ  ની અપેક્ષા ના રખાય.

પારકી થાપણ જ્યાં સુધી દીકરી રહેશે ત્યાં સુધી તે કોઈની પોતાની નહિ થાય અને બિચારી જ રહેશે.  સમાનતા ની વાતો ત્યાં સુધી ફક્ત એક સપનું જ રહેશે.    પોતાના જ માતા પિતા ની સેવા માં કે પોતાના જ બાળક ની સંભાળમાં  ego ક્યાંથી આવે. ..!! શુ એકલો પુરુષ માતાપિતા નીસંભાળ લેવામા અસક્ષમ પુરવાર થશે? શું એકલો પુરુષ બાળક ની સંભાળ ના લઇ શકે? આ જ વ્યવસ્થાને કારણે પૈસા કમાતો પુરુષ ઘર અને સંબંધો એકલા હાથે સંભાળી  શકતો નથી. શું કરવા પુરુષ ને શસક્ત બતાવી એટલો લાચાર બનાવવો ? સમાજ વ્યવસ્થા જ અને માટે જવાબદાર છે.  આ પણ સમાનતા નો જ ભાગ છે. 

Comments

Popular posts from this blog

તિરસ્કાર યોગ્ય છે?

ફેસબૂક પર ની એક પોસ્ટ

પ્રેમ સાથે માન કેમ નથી મળતું?