Posts

Showing posts from November, 2019

'હું આજે મોડી આવીસ, મારે પિકચર જોવા જવાનું છે' એમ કહીને સડસડાટ ઘર ની બહાર ચાલી જતી દિકરી જ્યારે પતિ અને સાસુ પાસે 2 દિવસ પિયરે રોકાવાની રજા માંગે ને ત્યારે તે પોતાની " સ્વતંત્રતા" ગુમાવે છે.!

જ્ઞાતિ ના એક છોકરા નું માગું આપણી દિકરી માટે આવ્યુ છે. છોકરો સુંદર છે, ભણેલો છે, બિઝનેસ કરે છે, મોટા કુટુંબ માં રહેલો છે, ને માં બાપ નો એકનો એક દિકરો છે... આની સાથે આપણી દિકરી ના લગ્ન થસે તો એ ઘણું સુખ અને પ્રેમ પામશે... એ વિચારી ને જ કદાચ માં બાપ પોતની વહાલી દિકરી ને તદ્દન અજાણ્યા કુટુંબ માં પરણાવી દે છે.. અરે વાહ, બહુ સરસ ઘર ગોત્યું તમે, તમારી દિકરી માટે... "સાસરે રાજ કરસે" આવું સગા સંબંધી અનુમાન લગાડે છે. વાત તો સાચી લાગે છે ને...? મોટુ ઘર, સુંદર સમજુ કમાઊ પતિ, હાઈફાઈ રેહ ણી-કેહણી, પછી બીજુ શું જોઇએ? આટલું બધું તો સુખ પામશે આવનાર વહુ. શું પામશે એનો હિસાબ તો બધા એ લગાડી દિધો સાહેબ... ચાલો આજે એ શું શું ગુમાવશે એની નોંધ કરીયે... 1) માં બાપ ને ઘેર કોઇપણ નવી વસ્તુ આવે ત્યારે હક્ક થી કેહનારી ' આ તો હુંજ વાપરીશ' ને જ્યારે સાસરે પહલે જ દિવસે સાસુ નવી ચાંદર કાઢીને પોતાના દિકરા ને આપે અને દિકરા ની જુની ચાંદર વહુ ને ઓઢવા આપે ત્યારે તે પોતાનું "વર્ચસ્વ" ગુમાવે છે. 2) કોલેજ ની પિકનિક પર જતી દિકરી, મમ્મી ને પોતાની બેગ ભરવા નું કામ ચીંધી બેફિકર થઈ ટીવી જોત