Posts

દિવ્ય ભાસ્કર ની બ્લેક બોર્ડ સિરીઝ મારી દ્રષ્ટિએ ખુબ જ સારી શરૂઆત છે.

 દિવ્ય ભાસ્કર ની બ્લેક બોર્ડ સિરીઝ મારી દ્રષ્ટિએ ખુબ જ સારી શરૂઆત છે.  આજ ના લેખમાં યુવાન દીકરીઓના મરજી વિરુદ્ધ લગ્ન અને બોજ રૂપ ગણી હંમેશા અનાદર કરવાની માનસિકતા ને ઉજાગર કરે છે.  આ દીકરીઓ નર્ક સમાન યાતનાઓથી પસાર થાય છે,  ફક્ત તેમના માતા પિતા ના કારણે.  વસ્તી વધારા પાર અંકુશ અને માતા પિતા ના દરેક નિર્ણય નો સહજ આદર . .... આ બંને બાબતો પર અંકુશ ની માંગ કરે છે આ લેખ.     તમારા મંતવ્ય જણાવા વિનંતી .       https://www.divyabhaskar.co.in/dvb-original/news/age-when-her-husband-beat-her-felt-that-this-131272062.html

દરરોજ છાપા અને રસ્તાઓ એ જ એડ્વર્ટાઇઝ થી ભરેલા હોય કે વિદેશ માં ભણવાની અને સ્થાયી થવાની તક. ..!

 દરરોજ છાપા અને રસ્તાઓ એ જ એડ્વર્ટાઇઝ થી ભરેલા હોય કે વિદેશ માં ભણવાની અને સ્થાયી થવાની તક. ..!    અને યુવાનો બસ આ જ દિશામાં મહેનત કરતા હોય ત્યારે દેશ નો વિકાસ ક્યાંથી સમજાય.    આટલું જ નહિ સમાજ માટે પણ આ જ એક અચિવમેન્ટ......... વધારે શોક તો ત્યારે લાગે જયારે ભારતીય રિયાલિટી શૉ માં પણ ઓડિયન્સ કેનેડા, ઓસ્ટ્રેલિયા, જેવી જગ્યાએથી આવે તો શૉના હોસ્ટ પણ ગર્વ લે..... એ હોય તો ભારતીય જ પણ કોઈ પણ બેકગ્રાઉન્ડ જાણ્ય વગર " ભારત માં ના હોવા પર જ ગર્વ અનુભવવું.   હવે વિચારો કે વિદેશ જવું જ એક સપનું કેમ ના બની રહે.. ! 

કાર્ય સ્થળ પર આ વિષયે નોંધ લેવાની જરૂર ખરી..!!!

 નોકરીની કોઈ પણ જાહેરાત કે પ્રાઇવેટ કંપની ની વેબસાઈટ પાર ખાસ નોંધ હોય છે કે અમે જાતિ, ઉમર કે લગ્ન ની સ્થિતિ થી પ્રભાવિત થતા નથી છતાં પણ દરેક કંપની અને ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ ખાસ કરીને ઉમર તથા લગ્ન વિશેની જાણકારી રાખે જ છે.  આ પાછળનો મર્મ શું  છે તે વિગતે સમજવાની જરૂર જણાતી નથી કારણ કે આપણે સૌ જાણીએ છીએ. બીજી વાત એ કે કેટ્લીક વિગત જે વ્યક્તિ ની અંગત વિગતો છે જેને કાર્ય સાથે કોઈ લેવાદેવા નથી તે શું ખાનગી ના રાખી શકાય ?  એ વાત ને બિરદાવું છે કે હવે કેટલીય કંપની કર્મચારીઓની જન્મ તારીખ કંપની ના ઓળખ પત્ર પર દર્શાવતી નથી કારણકે તે ફક્ત કર્મચારીઓની પંચાતનો વિષય છે તેને કામ સાથે કોઈ લેવાદેવા નથી. મારા એક પૂર્વ સહયોગી જે લગભગ ૩૨ વર્ષના હતા અને અપરણિત હતા. સમય જતા તેમના અન્ય સહ કર્મચારીઓ માટે તે મજાકનો વિષય બની જતા કારણકે તે અપરણિત હતા અને લોકો ને એવું લાગતું કે આ ભાઈ ને કોઈ પસંદ કરતુ નથી. આ કારણે તેઓ એક સમયે ડિપ્રેસન માં પણ જતા રહ્યા હતા, એવા પણ કિસ્સા જોય છે કે જેમા સ્ત્રીઓને એમ પણ પૂછવામાં આવે છે કે લગ્ન નું કોઈ આયોજન છે હમણાં?  કે ફેમિલી પ્લાનિંગ વિશે શુ વિચાર્યું છે? કેહવું ફક્ત એટલું જ છે

શું આ ગુનો છે ? અભિપ્રાય જરૂરથી આપજો

  એક છોકરી સાથે મળવાનું થયું .  તેના લગ્ન 2016 માં થયા અને તેનો પતિ તેની સાથે મારઝૂડ કરતો જેના કારણે તે અત્યંત દુઃખી રેહતી. લગ્ન જીવન તથા માતા પિતા ની આબરૂ બચવાના અનેક પ્રયત્ન તેને કર્યા પરંતુ તેનો પતિ તેનામાં કોઈ રસ ધરાવતો નહતો અને લગ્ન તેને તેના પરિવારનું માન રાખવા કાર્ય હતા તેવું જાણવા મળ્યું. એટલું જ નહિ અન્ય છકારીઓ સાથે પણ લગ્ન નું નાટક અગાઉ કરી ચુક્યો હતો .આ લગ્ન જીવન બચાવવા તેના માતા પિતાએ પૈસા મામલે પણ હાથ છૂટો રાખ્યો પરંતુ અંતે છૂટાછેડા સિવાય કોઈ રસ્તો હાથે ના આવ્યો.  આ છોકરીએ છૂટાછેડા તો લીધા પરંતુ હવે એની ખરી પરીક્ષા શરુ થયી. સમાજ એ દયા નો જે ધોધ વરસાવ્યો એનાથી તેનો પરિવાર ટ્રસ્ટ થયો ગયો. આ છોકરી જ્યાં જાય ત્યાં સ્ત્રીઓ ની વાતો શરુ થતી કે બિચારી ને એનો પતિ છોડી ગયો. કેવું નસીબ અને માં બાપ ની કેવી જિંદગી. બિચારા માં બાપ ને પણ સહન કરવાનું. કેટલીક સ્ત્રીઓ દયા ની ઢાલ માં ચૂપાઇને તિર વરસાવતી તો કેટલીક સ્ત્રીઓ ખુલ્લે આમ બદલો લેવા પોતાની દીકરીઓને બોલાતી કે આનાથી દૂર રહે નહીંતર તુંય એની જેમ પાછી આવીશ. પોતાનું ઘર ના કરી શકી એ બીજાને શું સલાહ પતિ હશે અને ઘણું બધું.  આ વ્યથા થી  ત્રસ્ત

કેટલી છોકરીઓ કે છોકરાઓ હશે અહીં કે જેમને સત્ય બોલતા પેહલા એમ કહીને ચૂપ કરવામાં આવે છે કે એય તું ચૂપ રહે. તારે લગન કરવાના છે હજુ

 જો આ પ્રશ્ન નો જવાબ હા હોય તો મારે કઈ કેહવાની જરૂર નથી . તમે પોતે જ ઘણા બધા પ્રશ્નો વિચારશો અને એનો જવાબ મેળવવાની કોશિશ કરશો. જો એક બળાત્કારી ને , ખોટા ધંધા કરતી વ્યક્તિ ને આ સજા મળતી હોય તો વાજીબ છે પણ ફક્ત તમારે લગ્ન કરવાના છે એટલે અત્યારે કશું બોલવાનું નહિ, ક્યાંય પડવાનું નહિ એ કેટલું સાચું ?  હમણાં જ મારી સોસાયટી માં એક બેહને સામાન્ય ઝગડા માં પાડોશી ને કહ્યું કે. તું ચૂપ રહે નહિ તો તારી છોકરી કુંવારી જ રેહશે. એમાંય ૨૮ વર્ષ ની થયી ગયી છે . કોઈ બાપો લીધે નહિ જાય અને એ અપમાન એ છોકરીને એક વાર મરવા સુધીના વિચાર સુધી દોરી ગયું હતું .   ફ્રીડમ ઓફ સ્પીચ નો અહીં બંને બાજુ ઉલ્લઘન થાય છે પણ આ જ તો સમાજ છે. 

શું સમાજ ને કોઈ લગામ નથી?

આજે સવારે ઉઠી અને મારી એક class mate નું   whatsapp સ્ટેટસ જોયું " મારે બસ મારી જવું છે.. ફાઇનલ ડિસિશન"    આ છોકરી છેલ્લા ૩ વર્ષ થી નર્ક થી પણ ખરાબ જિંદગી જીવી રહી હતી. સંસકારી, ઘરેલુ કામ માં હોશિયાર, કેરેક્ટર માં ૧૦૦ ટકા સોનુ  છતાં એક અયોગ્ય પાત્ર સાથે લગ્ન થતા જ તેની જિંદગી બદલાયી ગયી. એક શિક્ષિત યુવતી કે જે P.hd કરી રહી હતી તેની જિંદગી ના દરેક સપના રોળાઈ ગયા. એનો પતિ બીજી યુવતી સાથે ફરી ખાતો હતો. તેની સાથે માર ઝુડ પણ કરતો જો તે દલીલ કરવાની કોશિશ કરે. એક તરફ દહેજ લેવાની આશા ખરી પણ એમ ખુલ્લે આમ નહિ. જો યુવતી પોતાના પિતાના ઘરેથી કોઈ મીઠાઈ પણ લાવે તો તેને મારે કે શું તું મને કાબિલ ણથી સમજાતી અને એજ પુરુષ કપડાં થી માંડીને યુવતી ની અન્ય અનેક જરૂરિયાત તેના પિતા દ્વારા જ પુરી કરાવે. જાણે એની કોઈ ફરજ નથી. આ સ્થિતિ માં થી આ યુવતી બચી શકતી હતી પરંતુ દરેક વખત ની જેમ "સમાજ" વચ્ચે આવ્યો. યુવતી એ પિતા ના ઘરે અવની હુમ્મત કરીને તરત જ તેનો રોલ ચાલુ થયી ગયો. સાગા સંબંધીઓ આવીને સલાહ આપવા માંડ્યા કે છોકરી ની જાત માં બાપ ના ઘરે શોભે જ નહિ. લોકો શું કેહ્શે..? હજુ તો એના ભાઈ ના લગ્ન પ

ફેસબૂક પર ની એક પોસ્ટ

ફેસબૂક પર ની એક પોસ્ટ કે જેને મને ખુબ જ વિચારવા મજબુર કરી. એક ૩૪ વર્ષીય સ્ત્રી કે જેને આખરે એનો પતિ મળ્યો એને ખુબ જ હિમ્મત થી સમાજ ની પરવા કાર્ય વગર એક પોસ્ટ કરી જેમાં તેને લખ્યું કે ઘણી આત્મહત્યા ખરેખર ખૂન છે અને ઘણા માનસિક રોગ સમાજ ની ભેટ છે. એ સમજાવતા તેને પોતાનું ઉદાહરણ સામે મૂક્યું અને જણાવ્યું કે હું ૩૪ વર્ષ સુધી અપરિણીત રહી અને સમાજે તથા મારા સાગા સંબંધીઓ એ એ તમામ કોશિશ કરી કે જે મને મારવા મજબુર કરે. મારા અને મારા પરિવાર પ્રત્યે સહાનુભૂતિ ભરી નજર, મારા ચારિત્રય તથા મારા પર શંકા સાથે કટાક્ષ બાવુ જ સામાન્ય થયી ગયા હતા. ધીમે ધીમે એ સ્થિતિ આવી ગયી કે લોકો પોતાની પાર્ટી માં પણ મને નહોતા બોલાવતા કારણકે પતિ વગર મારુ કોઈ વજૂદ નહોતું. કોઈ જગ્યાએ હાજરી આપું તો પણ જાણે મારુ અસ્તિત્વ મારા માં-બાપ માટે જોખમ રૂપ હોય તેવો વ્યવહાર કરવામાં આવતો.  કોઈ એ જાણવાની દરકાર નહોતું કરતુ કે શું ચાલી રહ્યું છે મારા જીવન માં, હું ખુશ છું કે નહિ.  બસ સમાજ અને સંબંધીઓ પુરા દિલથી તક નો લાભ ઉઠાવી રહ્યા હતા સહાનુભૂતિ ના નામે. અંતે મને એક એવો વ્યક્તિ મળ્યો કે જે મારી હાલત સમજી શક્યો, મારા પ્રેમ ને સમજ્યો અને મેં