શું સમાજ ને કોઈ લગામ નથી?

આજે સવારે ઉઠી અને મારી એક class mate નું   whatsapp સ્ટેટસ જોયું " મારે બસ મારી જવું છે.. ફાઇનલ ડિસિશન"    આ છોકરી છેલ્લા ૩ વર્ષ થી નર્ક થી પણ ખરાબ જિંદગી જીવી રહી હતી. સંસકારી, ઘરેલુ કામ માં હોશિયાર, કેરેક્ટર માં ૧૦૦ ટકા સોનુ  છતાં એક અયોગ્ય પાત્ર સાથે લગ્ન થતા જ તેની જિંદગી બદલાયી ગયી. એક શિક્ષિત યુવતી કે જે P.hd કરી રહી હતી તેની જિંદગી ના દરેક સપના રોળાઈ ગયા. એનો પતિ બીજી યુવતી સાથે ફરી ખાતો હતો. તેની સાથે માર ઝુડ પણ કરતો જો તે દલીલ કરવાની કોશિશ કરે. એક તરફ દહેજ લેવાની આશા ખરી પણ એમ ખુલ્લે આમ નહિ. જો યુવતી પોતાના પિતાના ઘરેથી કોઈ મીઠાઈ પણ લાવે તો તેને મારે કે શું તું મને કાબિલ ણથી સમજાતી અને એજ પુરુષ કપડાં થી માંડીને યુવતી ની અન્ય અનેક જરૂરિયાત તેના પિતા દ્વારા જ પુરી કરાવે. જાણે એની કોઈ ફરજ નથી.
આ સ્થિતિ માં થી આ યુવતી બચી શકતી હતી પરંતુ દરેક વખત ની જેમ "સમાજ" વચ્ચે આવ્યો. યુવતી એ પિતા ના ઘરે અવની હુમ્મત કરીને તરત જ તેનો રોલ ચાલુ થયી ગયો. સાગા સંબંધીઓ આવીને સલાહ આપવા માંડ્યા કે છોકરી ની જાત માં બાપ ના ઘરે શોભે જ નહિ. લોકો શું કેહ્શે..? હજુ તો એના ભાઈ ના લગ્ન પણ બાકી છે.  રહી જતું હતું તો પાડોશીઓ ખુલ્લા મોઢે ગમે ત્યારે સંભળાવ માંડ્યા કે ઘરે આવીને બેઠી છે. બાપ ની કોઈ ચિંતા જ નથી. એક પાડોશીએ તો પોતાની દીકરી ને ત્યાં સુધી કહી દીધું કે એની જોડે નથી બોલવાનું. એ તો પાછી આવી,. એની જોડે બોલીશ તો તારીયે જિંદગી બગાડશે. 
આ શબ્દો અને આ સમાજ ની નીતિ એને પેલી નર્ક જિંદગી કરતા પણ વધારે ડંખવા માંડી અને શરુ થયો માનસિક રોગ નો સિલસિલો. ૨ મહિના માં ૧૫ KG વજન વધી ગયું સ્ટ્રેસ થી અને આડેધડ ખાવાથી. શિક્ષણ ફક્ત કાગળ બનીને રહી ગયું અને સમાજ ને ખુલ્લો દોર મળી ગયો. જો એના માં બાપ કે એ કોઈ પણ જગ્યાએ કઈ પણ કેહવાની હિમ્મત કરે તો એક જ વાત " બેસને તારી છોકરી પાછી આયી છે એને  સંભાળ  અથવા તો પોતાનું ઘર ના કરી શકી એ પાછી સલાહો આપવા જાય છે"
સાચું કેહજો શું સમાજ કેટલીયે જિંદગી બચાવી શકે એમ નથી?  આપણે પણ સમાજ નો એક હિસ્સો છીએ. આપણે પોતે અને આપણી ફેમિલી ને યોગ્ય દિશા આપીને એક નવો ચીલો ના ચીતરી શકીએ?  આજે પણ આધેડ વયની મહિલાઓ મોટા ભાગે દરેક જગ્યાએ પંચાત જ કરતી હોય છે. શું એમના શિક્ષિત છોકરા યોગ્ય માર્ગ ના બતાવી શકે?   

Comments

Popular posts from this blog

તિરસ્કાર યોગ્ય છે?

ફેસબૂક પર ની એક પોસ્ટ

કેટલી છોકરીઓ કે છોકરાઓ હશે અહીં કે જેમને સત્ય બોલતા પેહલા એમ કહીને ચૂપ કરવામાં આવે છે કે એય તું ચૂપ રહે. તારે લગન કરવાના છે હજુ