૨૧ મી સદીની આદર્શ વહુ

હમણાં જ એક marriage bureau ની મુલાકાત થઇ અને કંઈક નવું  જ જાણવા મળ્યું.  એક દીકરી ના પેરેન્ટ્સ યોગ્ય છોકરા ની શોધમાં હતા. દરમ્યાન સંચાલક એ પૂછ્યું કે મેં તમને એક છોકરો બતાવ્યો હતો તેનું શુ થયું.   દીકરી ના mummy નો જવાબ સાંભળીને આશ્રર્ય થયું કે અને કઈ ટીપે ની વિચારધારા કહેવાય.  તેમને જણાવ્યું કે મારી દીકરી અને તે છોકરા ની મિટિંગ થયી હતી જેમાં તેને જણાવ્યું કે મારે એવી જ છોકરી જોઈએ છે જે મારે માતા પિતા ની સેવા કરે અને ઘર નું કામ સંભાળે. marriage પછી કોઈ જ નોકરી કરવાનું વિચારે નહિ કારણ કે મારા માતા પિતા એ મારા માટે બહુ કર્યું. હવે મારા લગ્ન પછી હું એમને આરામ આપવા માંગુ છું અને બેઠા બેઠા જ બધું મળે તેવું સુખ આપવા માંગુ છું. આ છોકરો એક highly Educated (એન્જીનીર)  છોકરી ની શોધમાં છે જેને introduce  કરાવતા એમ પણ લાગે કે છોકરી educated  છે જેથી મોભો જળવાય અને બીજી બાજુ ફક્ત સેવા કરે અને ઘરકામ કરે. તેના મત મુજબ તેની પાસે enough પૈસા છે જેથી કોઈ પૂછે તો એ જણાવશે કે તેની wife ને તે કામ કરવા નથી માંગતો.  આ સાંભળ્યા પછી દીકરી એ request  કરી કે પાર્ટ ટીમે જોબ જો ક્યાંક મળતી હોય તો કરી શકું? અને જવાબ માં એને જણાવ્યું " ૨ કલાક માટે પણ તે જોબ નહિ કરી  શકે , કારણ કે એનાથી ઘરના સભ્યો ને અગવડ પડી શકે છે જે મને મંજુર નથી" . દીકરી થોડું ઘણું જતું કરવા તૈયાર હતી કારણ કે બધી જગ્યા એ થી અલગ અલગ ડિમાન્ડ હતી અને માતા પિતા ને દીકરી ની ચિંતા કોરી ખાતી હતી અને બીજી બાજુ ઉમર વધી જશે તો સમાજ નહિ સ્વીકારે તેવી પણ ચિંતા હતી આ જોતા જો છોકરો પાર્ટ time જોબ માટે તૈયારી દર્શાવે તો તેને સંમતિ દર્શાવી.

આ સાંભળ્યા પછી બસ એક જ વિચાર આવ્યો કે શુ છોકરી ના માતા પિતા તો દીકરી માટે કઈ કરતા જ નહિ હોય? એમના કોઈ સપના નહિ હોય દીકરી  ને Educate કર્યાં પછી ? કદાચ એટલે જ લોકો દીકરી ના Education  માં બવું ખર્ચ નથી કરતા કારણ કે પછી તો આ જ પ્રકાર નું સમાધાન હોય છે. જો કોઈ extra  ordinary  કારકિર્દી બની ગયી ૨૦ વર્ષ ની ઉંમરે તો ઠીક છે નહિ તો સમાધાન એ જ રસ્તો છે.

આ સાથે બીજું પણ કેહવા માગીશ કે દીકરો એ આદર્શ કહેવાય કે જે જાતે માતા પિતા ની સેવા કરે. કોઈ દીકરી એને નહિ રોકે. આવી પારકી આશ લગાવીને બેઠેલો તો પોતે જ સ્વાર્થી છે. જે કોઈ નો જીવનસાથી સાચા અર્થ માં બની શકવાને લાયક જ નથી. લગ્ન ના નામે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરનાર કઈ રીતે લગ્ન ની પરિભાષા સમજી શકે.   

Comments

Popular posts from this blog

તિરસ્કાર યોગ્ય છે?

ફેસબૂક પર ની એક પોસ્ટ

કેટલી છોકરીઓ કે છોકરાઓ હશે અહીં કે જેમને સત્ય બોલતા પેહલા એમ કહીને ચૂપ કરવામાં આવે છે કે એય તું ચૂપ રહે. તારે લગન કરવાના છે હજુ