Posts

Showing posts from 2023

દિવ્ય ભાસ્કર ની બ્લેક બોર્ડ સિરીઝ મારી દ્રષ્ટિએ ખુબ જ સારી શરૂઆત છે.

 દિવ્ય ભાસ્કર ની બ્લેક બોર્ડ સિરીઝ મારી દ્રષ્ટિએ ખુબ જ સારી શરૂઆત છે.  આજ ના લેખમાં યુવાન દીકરીઓના મરજી વિરુદ્ધ લગ્ન અને બોજ રૂપ ગણી હંમેશા અનાદર કરવાની માનસિકતા ને ઉજાગર કરે છે.  આ દીકરીઓ નર્ક સમાન યાતનાઓથી પસાર થાય છે,  ફક્ત તેમના માતા પિતા ના કારણે.  વસ્તી વધારા પાર અંકુશ અને માતા પિતા ના દરેક નિર્ણય નો સહજ આદર . .... આ બંને બાબતો પર અંકુશ ની માંગ કરે છે આ લેખ.     તમારા મંતવ્ય જણાવા વિનંતી .       https://www.divyabhaskar.co.in/dvb-original/news/age-when-her-husband-beat-her-felt-that-this-131272062.html

દરરોજ છાપા અને રસ્તાઓ એ જ એડ્વર્ટાઇઝ થી ભરેલા હોય કે વિદેશ માં ભણવાની અને સ્થાયી થવાની તક. ..!

 દરરોજ છાપા અને રસ્તાઓ એ જ એડ્વર્ટાઇઝ થી ભરેલા હોય કે વિદેશ માં ભણવાની અને સ્થાયી થવાની તક. ..!    અને યુવાનો બસ આ જ દિશામાં મહેનત કરતા હોય ત્યારે દેશ નો વિકાસ ક્યાંથી સમજાય.    આટલું જ નહિ સમાજ માટે પણ આ જ એક અચિવમેન્ટ......... વધારે શોક તો ત્યારે લાગે જયારે ભારતીય રિયાલિટી શૉ માં પણ ઓડિયન્સ કેનેડા, ઓસ્ટ્રેલિયા, જેવી જગ્યાએથી આવે તો શૉના હોસ્ટ પણ ગર્વ લે..... એ હોય તો ભારતીય જ પણ કોઈ પણ બેકગ્રાઉન્ડ જાણ્ય વગર " ભારત માં ના હોવા પર જ ગર્વ અનુભવવું.   હવે વિચારો કે વિદેશ જવું જ એક સપનું કેમ ના બની રહે.. !