કેટલી છોકરીઓ કે છોકરાઓ હશે અહીં કે જેમને સત્ય બોલતા પેહલા એમ કહીને ચૂપ કરવામાં આવે છે કે એય તું ચૂપ રહે. તારે લગન કરવાના છે હજુ

 જો આ પ્રશ્ન નો જવાબ હા હોય તો મારે કઈ કેહવાની જરૂર નથી . તમે પોતે જ ઘણા બધા પ્રશ્નો વિચારશો અને એનો જવાબ મેળવવાની કોશિશ કરશો. જો એક બળાત્કારી ને , ખોટા ધંધા કરતી વ્યક્તિ ને આ સજા મળતી હોય તો વાજીબ છે પણ ફક્ત તમારે લગ્ન કરવાના છે એટલે અત્યારે કશું બોલવાનું નહિ, ક્યાંય પડવાનું નહિ એ કેટલું સાચું ? 


હમણાં જ મારી સોસાયટી માં એક બેહને સામાન્ય ઝગડા માં પાડોશી ને કહ્યું કે. તું ચૂપ રહે નહિ તો તારી છોકરી કુંવારી જ રેહશે. એમાંય ૨૮ વર્ષ ની થયી ગયી છે . કોઈ બાપો લીધે નહિ જાય અને એ અપમાન એ છોકરીને એક વાર મરવા સુધીના વિચાર સુધી દોરી ગયું હતું .  


ફ્રીડમ ઓફ સ્પીચ નો અહીં બંને બાજુ ઉલ્લઘન થાય છે પણ આ જ તો સમાજ છે. 

Comments

Popular posts from this blog

તિરસ્કાર યોગ્ય છે?

ફેસબૂક પર ની એક પોસ્ટ

પ્રેમ સાથે માન કેમ નથી મળતું?