શરમ , આબરૂ અને મર્યાદા

શરમ , આબરૂ અને મર્યાદા આ શબ્દો મહદંશે સ્ત્રીઓ સાથે જ જોડાયેલ છે. આનું કારણ હજુ સમજાયું નથી.  કોઈ નવજાત બાળક તરછોડે ત્યારે હંમેશા એમ જ કહેવાય કે કઈ રીતે માં નું હૃદય ચાલ્યું એવું કરતા. શું પિતા ની કોઈ જ જવાબદારી નથી ? આમ જયારે સમાનતા ની વાત કરવામાં આવે ત્યારે ઘણા પુરુષો સામે આવે છે કે પિતા પણ બરાબર જવાબદારી નિભાવે છે. કેમ બાળક માતા ને જ સોંપવું અને બીજું ઘણું બધું. સ્ત્રી પુરુષ ની ગેરહાજરી માં બંને ની જવાબદારી નિભાવી જાણે છે અને એ પણ સમાજ ના નિયમો થી બંધાયેલી હોવા છતાં. કેટલા પુરુષો એકલા હાથે બંનેની  ની જવાબદારી નિભાવી શકે અને બાળક ને મોટું કરી શકે. આવા પુરુષો મોટા ભાગે બિચારા   થઇ જતા હોય છે. તરત જ બીજી ચોકી શોધવાની શરુઆત થઇ જાય છે કારણકે એકલો પુરુષ તો ના કરી શકે ને બાળકો નો ઉચ્છેર , એકલો પુરુષ જમવાનું કઈ રીતે manage  કરે..!!  સમાજ માં આવા પુરુષો હોય તો આશ્ચર્ય થઇ જાય છે એ જ બતાવે છે અસલી સ્થિતિ.  અને છતાં સમાનતા ની વાત આવતા કૂદી પાડવામાં આવે છે. સમાનતા ની ખરી જરૂર તો પુરુષ ની સ્થિતિ સુધારીને કરવી જોઈએ જેથી એની હાલત દયનિય ના થાય. અહીં થી શરૂઆત કરીશું તો ઝડપથી આગળ વધી શકાશે.શરમ , આબરૂ અને મર્યાદા એ તો દરેક માણસ માટે સમાન હોવી જોઈએ. ધર્મ અને કર્મ થી દરેક બંધાયેલ છે. તેમાં કોઈના માટે કોઈ છૂટ નથી. પવિત્રતા પુરુષ પાસેથી પણ અપેક્ષિત છે જ 

Comments

Popular posts from this blog

તિરસ્કાર યોગ્ય છે?

ફેસબૂક પર ની એક પોસ્ટ

પ્રેમ સાથે માન કેમ નથી મળતું?