Financial Independence




છેલ્લાં એક વર્ષ માં મેં જેટલી સ્ત્રીઓ સાથે વાત કરી છે, એમાં થી મોટાભાગ ની સ્ત્રીઓ જે દુઃખી છે, સહન કરી રહી છે, મજબુર છે, બસ નિભાવી રહી છે એના પાછળ નું સૌથી મોટું કારણ છે તેઓ 
Self Dependent નથી.! ડિગ્રી છે પણ job કરી નથી, કરોડપતિ ની દીકરી કરોડપતિ ના ઘરે પરણી પણ પોતાના bank account માં લાખ રૂપિયા પણ નથી, ઘરેણાં છે પણ સાસુ ની તિજોરી માં છે, લાખો રૂપિયા લગ્ન સભારંભ માં ખર્ચી નાખ્યા પણ પોતાનાં Start Up માટે fund નથી.! 
શા માટે પોતાના ભવિષ્ય સાથે રમો છો? Financial Independence થી મોટું બીજું કોઈ સુખ નથી. પોતાની Capital, પોતાનું Career હશે તો આખી દુનિયા સાથે લડી શકશો. પોતાની મરજી 
મુજબ જિંદગી જીવી શકશો.! 
માતા પિતા ને મારી એટલી જ અરજ છે, કે આજ ના સમય માં દિકરીઓ ને બધાં ભણાવે તો છે જ, પણ એને એના પગ પર ઉભા રહેવાનો Chance પણ આપો, લગ્ન સમારંભ પાછળ ભલે ખર્ચો કરો પણ સાથે એને એની પોતાની મુડી પણ આપો (FD, PPF, Mutual fund) લાખો રૂપિયા ના ઘરેણાં આપવા કરતાં નાનો પણ એનો પોતાનો એક Flat આપો, ટુંકમા એણે આખી જિંદગી તમારા પર કે એના પતિ પર નિર્ભર ના રહેવું પડે એવી વ્યવસ્થા કરી આપો.!!

Comments

Popular posts from this blog

તિરસ્કાર યોગ્ય છે?

ફેસબૂક પર ની એક પોસ્ટ

કેટલી છોકરીઓ કે છોકરાઓ હશે અહીં કે જેમને સત્ય બોલતા પેહલા એમ કહીને ચૂપ કરવામાં આવે છે કે એય તું ચૂપ રહે. તારે લગન કરવાના છે હજુ