જમાનો બદલાતા વાર કેમ લાગે છે? સ્ત્રી શસક્તિકરણની જરૂર કેમ વધતી જાય છે?

જમાનો બદલાતા વાર કેમ લાગે છે? સ્ત્રી શસક્તિકરણની જરૂર કેમ વધતી જાય છે?

ઘણી સ્ત્રીઓ, ખાસ કરીને એવી સ્ત્રીઓ કે જેને પગ પાર ઉભા રેહવાની ધગશ રહેલી હોય છે છતાં કઈ સાકાર થતું નથી, ફક્ત સમાજ ના રિવાજો અને પરંપરાઓ ને કારણે..
અને જે કારણો મોટા ભાગે જોવા મળે છે એ હોય છે..

છોકરીઓ પ્રત્યે ઘર તરફથી જ ઓછું ધ્યાન આપવુ, ખાસ કરીને career  બાબતે.
ભણવા માટે પ્રોત્સાહિત કરવું પરંતુ લગ્ન જ મુખ્ય ધ્યેય હોવો
લગ્નમાં તો જે સાસરી વાળા કહે એ માનવું જ એવી મુખ્ય શિખામણો અને ઘર કરીને રેહવાની ખાસ ટકોર
લગ્ન બાદ ના બંધનો  તથા
નાહકના રિવાજો અને બંધનો

ચાલો માની લીધું કે આ છે પણ એક વાર વિચારો કે કોઈ પણ સ્ત્રી મનથી ધારી લે કે આ રીત તે પોતાની દીકરી અને પુત્રવધુ સાથે નહિ થવા દે તો જમાનો ત્યાંથી જ સુધારવા માંડે છે પરંતુ સ્ત્રી આમ વિચારવાને બદલે પુત્રવધુ સાથે એવી હરીફાઈ કરે છે કે "મેં એટલું ભોગવ્યું તો એ કેમ ના ભોગવે..!" એને શુ કરવા વધારે સગવડ મળે...!   આવી સ્ત્રીઓ જ સમાજ ની સાચી દુશ્મન છે.

ઘણી સ્ત્રીઓ દીકરીઓ ને પણ એવી જ શિખામણ આપે છે કે ઘર કરીને રહેવાનું, કઈ પણ થાય સાસરી માં તો સહન કરવાનું એમ કઈ ઘડી ઘડી અમને નહિ કહેવાનું,  લગ્ન પછી પતિ કહે એમ જ કરવાનું અને બીજું ઘણું બધું. આ વાત આજે પણ હયાત છે જ.  એનું સૌથી મોટું ઉદાહરણ જોઈ લો , કોઈ પણ marriage  bureau  ની મુલાકાત લો, દરેક છોકરો ભણેલી , ઘર સાંભળે એવી , રસોઈ બનાવે એવી, માતા પિતા ને સાચવે એવી અને ફેમિલી ને પ્રાધાન્ય આપે (એટલે કે નોકરીની ખાસ ઈચ્છા ના રાખે એવી) જ છોકરી પસંદ કરે છે અને ગમે તેવી ભણેલી છોકરીએ સંમત થવું જ પડે છે કારણકે માતા પિતા પણ આ વાત ને સહજ સ્વીકારે છે અને દીકરી ને શિખામણ આપે છે ઘર કરીને રેહવાની.  શું સાચો જીવન સાથી એવો હોય..!! સ્વાંતત્ર્યતા , મિત્રતા , સહાયતા , ચારિત્ર્ય અને પ્રેમ ..આ તો લગ્ન જીવન ના પિલ્લર છે.

હજુ આજે પણ કોઈ સ્ત્રી પોતાની દીકરી ને અને દીકરા ને એક સરખી રીતે તો નથી જ રાખતી અને gender  discremination  પાર ચર્ચા થાય છે. જે ઘર માં છોકરીઓ માટે ના કામ અલગ હોય છે અને છોકરાઓ એ કરતા શરમ અનુભવે છે અને સ્ત્રીઓ પોતે જ પેઢી દર પેઢી આ સિંચન આપતી જાય છે ત્યાં ક્યાંથી gender  discrimination  પાર ચર્ચા પણ કરવી યોગ્ય છે..!!




Comments

Popular posts from this blog

તિરસ્કાર યોગ્ય છે?

ફેસબૂક પર ની એક પોસ્ટ

કેટલી છોકરીઓ કે છોકરાઓ હશે અહીં કે જેમને સત્ય બોલતા પેહલા એમ કહીને ચૂપ કરવામાં આવે છે કે એય તું ચૂપ રહે. તારે લગન કરવાના છે હજુ