સ્વતત્રતા પર તરાપ મારવાથી કોઈ વ્યક્તિ પોતાની થઇ શક્તિ નથી. પ્રેમ એ સ્વતંત્રતા, વિશ્વાસ અને આદર નું બીજું નામ છે

આજે અચાનક જ ધર્મ અને કર્મ એટલે  શુ એનું પૂરું ચિત્ર સામે આવી ગયું.  જમાનો મોડર્ન થતો જાય છે. સંસકાર  શબ્દ પાર એટલો ભાર મુકવામાં આવે છે જાણે કે અમુક લોકો ની સંપત્તિ હોય એ.  પણ શું આ મોડર્ન યુગ માં ખરા અર્થ માં સંસ્કાર  ,  ધર્મ અને કર્મ નો અર્થ રહ્યો છે..!!   ધર્મ અને ગીતા જણાવે છે સંયમ , ચારિત્રય , સન્માન, દયા , ક્ષમા અને સાથે સાથે દ્રઢતા , વિશ્વાસ , ધીરજ અને પ્રેમ ની સૌંહિં પરિભાષા શીખવાડે છે પણ આજે કેટલા લોકો માં આ ગન જોવા મળે છે..!! સંયમ , ચારિત્રય અને પ્રેમ ને તો કૈક નવું જ રૂપ આપવામાં આવ્યું છે અને ધર્મ માં માનનારા ને જુનવાણી માનવામાં આવે છે.

તો એ વાત તો સાફ છે કે અપને જેને અનુસરીએ છે એ છે રીતિ રિવાજ  નહિ  કે ધર્મ. જેમાં સુધારા ની સતત જરૂર છે . કારણ કે શ્રી કૃષ્ણ એ પણ સંદેશ આપ્યો છે કે દરેક મનુષ્યએ સમય પ્રમાણે પોતાના વિચારો ને બદલવા જ પડશે.   સમય પ્રમાણે પહેરવેશ , સ્વતાંત્રતા તથા પરંપરા માં બદલાવ થાય એ સ્વાભાવિક છે પણ સંસ્કારના pillar  સંયમ , ચારિત્રય , સન્માન અને પ્રેમ ત્યાંજ હયાત રહે તો કોઈ જ ચિંતા ની આવશ્યકતા નથી.  એક અલ્ટ્રા મોડર્ન યુવક કે યુવતી પણ સંસકાર માં અવ્વલ સાબિત થાય છે જયારે રીતિ રિવાજો થી બંધાયેલ વ્યક્તિ અને સમાજ ની નજરોમાં સંસકારી વ્યક્તિ ખરા અર્થ માં હકીકત થી દૂર હોય છે. જેથી સ્વતત્રતા પર તરાપ મારવાને બદલે સાચા જ્ઞાન થી, પ્રેમ થી વ્યક્તિ ને જીતતા તે ખરા અર્થમાં પોતાની બની શકે છે. 

Comments

Popular posts from this blog

તિરસ્કાર યોગ્ય છે?

ફેસબૂક પર ની એક પોસ્ટ

કેટલી છોકરીઓ કે છોકરાઓ હશે અહીં કે જેમને સત્ય બોલતા પેહલા એમ કહીને ચૂપ કરવામાં આવે છે કે એય તું ચૂપ રહે. તારે લગન કરવાના છે હજુ