Posts

Showing posts from March, 2020

ફેસબૂક પર ની એક પોસ્ટ

ફેસબૂક પર ની એક પોસ્ટ કે જેને મને ખુબ જ વિચારવા મજબુર કરી. એક ૩૪ વર્ષીય સ્ત્રી કે જેને આખરે એનો પતિ મળ્યો એને ખુબ જ હિમ્મત થી સમાજ ની પરવા કાર્ય વગર એક પોસ્ટ કરી જેમાં તેને લખ્યું કે ઘણી આત્મહત્યા ખરેખર ખૂન છે અને ઘણા માનસિક રોગ સમાજ ની ભેટ છે. એ સમજાવતા તેને પોતાનું ઉદાહરણ સામે મૂક્યું અને જણાવ્યું કે હું ૩૪ વર્ષ સુધી અપરિણીત રહી અને સમાજે તથા મારા સાગા સંબંધીઓ એ એ તમામ કોશિશ કરી કે જે મને મારવા મજબુર કરે. મારા અને મારા પરિવાર પ્રત્યે સહાનુભૂતિ ભરી નજર, મારા ચારિત્રય તથા મારા પર શંકા સાથે કટાક્ષ બાવુ જ સામાન્ય થયી ગયા હતા. ધીમે ધીમે એ સ્થિતિ આવી ગયી કે લોકો પોતાની પાર્ટી માં પણ મને નહોતા બોલાવતા કારણકે પતિ વગર મારુ કોઈ વજૂદ નહોતું. કોઈ જગ્યાએ હાજરી આપું તો પણ જાણે મારુ અસ્તિત્વ મારા માં-બાપ માટે જોખમ રૂપ હોય તેવો વ્યવહાર કરવામાં આવતો.  કોઈ એ જાણવાની દરકાર નહોતું કરતુ કે શું ચાલી રહ્યું છે મારા જીવન માં, હું ખુશ છું કે નહિ.  બસ સમાજ અને સંબંધીઓ પુરા દિલથી તક નો લાભ ઉઠાવી રહ્યા હતા સહાનુભૂતિ ના નામે. અંતે મને એક એવો વ્યક્તિ મળ્યો કે જે મારી હાલત સમજી શક્યો, મારા પ્રેમ ને સમજ્યો અને મેં