Posts

Showing posts from 2022

કાર્ય સ્થળ પર આ વિષયે નોંધ લેવાની જરૂર ખરી..!!!

 નોકરીની કોઈ પણ જાહેરાત કે પ્રાઇવેટ કંપની ની વેબસાઈટ પાર ખાસ નોંધ હોય છે કે અમે જાતિ, ઉમર કે લગ્ન ની સ્થિતિ થી પ્રભાવિત થતા નથી છતાં પણ દરેક કંપની અને ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ ખાસ કરીને ઉમર તથા લગ્ન વિશેની જાણકારી રાખે જ છે.  આ પાછળનો મર્મ શું  છે તે વિગતે સમજવાની જરૂર જણાતી નથી કારણ કે આપણે સૌ જાણીએ છીએ. બીજી વાત એ કે કેટ્લીક વિગત જે વ્યક્તિ ની અંગત વિગતો છે જેને કાર્ય સાથે કોઈ લેવાદેવા નથી તે શું ખાનગી ના રાખી શકાય ?  એ વાત ને બિરદાવું છે કે હવે કેટલીય કંપની કર્મચારીઓની જન્મ તારીખ કંપની ના ઓળખ પત્ર પર દર્શાવતી નથી કારણકે તે ફક્ત કર્મચારીઓની પંચાતનો વિષય છે તેને કામ સાથે કોઈ લેવાદેવા નથી. મારા એક પૂર્વ સહયોગી જે લગભગ ૩૨ વર્ષના હતા અને અપરણિત હતા. સમય જતા તેમના અન્ય સહ કર્મચારીઓ માટે તે મજાકનો વિષય બની જતા કારણકે તે અપરણિત હતા અને લોકો ને એવું લાગતું કે આ ભાઈ ને કોઈ પસંદ કરતુ નથી. આ કારણે તેઓ એક સમયે ડિપ્રેસન માં પણ જતા રહ્યા હતા, એવા પણ કિસ્સા જોય છે કે જેમા સ્ત્રીઓને એમ પણ પૂછવામાં આવે છે કે લગ્ન નું કોઈ આયોજન છે હમણાં?  કે ફેમિલી પ્લાનિંગ વિશે શુ વિચાર્યું છે? કેહવું ફક્ત એટલું જ છે