આખરે ભણતર માં આગળ હોવા છતાં કારકિર્દી માં આ છોકરીઓ કેમ પાછળ હોય છે ?
એક સહજ સવાલ પુછાયો એક છોકરા તરફ થી કે સ્કૂલ માં હંમેશા ૮૦- ૯૦ % લાવા વાળી છોકરીઓ કારકિર્દી માં પાછળ કેમ હોય છે. આ વાત મનમાં તો હતી જ પરંતુ એ વાત share કરવાનો મોકો આ પ્રશ્ન ના કારણે મળ્યો. હજુ આજે પણ મોટા ભાગની છોકરીઓ નું સપનું એક રાજકુમાર જેવો છોકરો મેળવવાનું હોય છે.જે એને સાચવે. સમાજ ની તથા ખુદ માતા પિતા પણ ૨૦ એક વર્ષે એવી જ ઈચ્છા રાખે કે હવે દીકરી પોતાના ઘરે જાય અને સુખી થાય. તેમની સૌથી મોટી ખુશી એમાં જ હોય. લગ્ન પછી શૂન્ય થી શરૂઆત કરવી એ કોઈ પણ વ્યક્તિ માટે એટલી સરળ વાત નહતી કારણકે અથવા તો એવું કહેવામાં આવે કે ઘણું છે તારે કઈ કરવા ની જરૂર નથી અથવા તો તું ઘર માં ધ્યાન આપ ને , બધા ના time adjust થાય. પણ આ બધું જ ત્યારે યાદ આવે જયારે ઉમર ૫૦ ની આસ પાસ થાય અને પોતાના સપના ની એક વાર્તા મગજ માં યાદ આવે. જયારે બધા જ પોતાની દુનિયામાં વ્યસ્ત હોય., technology સાથે જોડાયેલા હોય અને ફક્ત તમે જ ભણેલા અભણ થઈને બેઠા હોય. દીકરી ને ભણવા સુધી અપને પહોંચ્યા ખરા પણ તેમાં પણ લાલચ તો યોગ્ય મુરતિયો શોધવાની જ છે (મોટા ભાગના કિસ્સા માં )એ થી વિશેષ કઈ નહિ. એમાં જીનદીના ઘડતરમાં ભણતરનો કેટલો હિસ્સો