આપણે ત્યાં જે પ્રમાણે જમાઈ રાજોને સાસરે સાચવવામાં આવે છે કાશ તે જ પ્રમાણે વહુઓને તેમના સાસરે સાચવવામાં આવે તો કોઈ દીકરીના માતા પિતા ને ચિંતા ના રહેત. તમારું શું માનવું છે ?
દિવ્ય ભાસ્કર ની બ્લેક બોર્ડ સિરીઝ મારી દ્રષ્ટિએ ખુબ જ સારી શરૂઆત છે. આજ ના લેખમાં યુવાન દીકરીઓના મરજી વિરુદ્ધ લગ્ન અને બોજ રૂપ ગણી હંમેશા અનાદર કરવાની માનસિકતા ને ઉજાગર કરે છે. આ દીકરીઓ નર્ક સમાન યાતનાઓથી પસાર થાય છે, ફક્ત તેમના માતા પિતા ના કારણે. વસ્તી વધારા પાર અંકુશ અને માતા પિતા ના દરેક નિર્ણય નો સહજ આદર . .... આ બંને બાબતો પર અંકુશ ની માંગ કરે છે આ લેખ. તમારા મંતવ્ય જણાવા વિનંતી . https://www.divyabhaskar.co.in/dvb-original/news/age-when-her-husband-beat-her-felt-that-this-131272062.html
દરરોજ છાપા અને રસ્તાઓ એ જ એડ્વર્ટાઇઝ થી ભરેલા હોય કે વિદેશ માં ભણવાની અને સ્થાયી થવાની તક. ..! અને યુવાનો બસ આ જ દિશામાં મહેનત કરતા હોય ત્યારે દેશ નો વિકાસ ક્યાંથી સમજાય. આટલું જ નહિ સમાજ માટે પણ આ જ એક અચિવમેન્ટ......... વધારે શોક તો ત્યારે લાગે જયારે ભારતીય રિયાલિટી શૉ માં પણ ઓડિયન્સ કેનેડા, ઓસ્ટ્રેલિયા, જેવી જગ્યાએથી આવે તો શૉના હોસ્ટ પણ ગર્વ લે..... એ હોય તો ભારતીય જ પણ કોઈ પણ બેકગ્રાઉન્ડ જાણ્ય વગર " ભારત માં ના હોવા પર જ ગર્વ અનુભવવું. હવે વિચારો કે વિદેશ જવું જ એક સપનું કેમ ના બની રહે.. !
એક છોકરી સાથે મળવાનું થયું . તેના લગ્ન 2016 માં થયા અને તેનો પતિ તેની સાથે મારઝૂડ કરતો જેના કારણે તે અત્યંત દુઃખી રેહતી. લગ્ન જીવન તથા માતા પિતા ની આબરૂ બચવાના અનેક પ્રયત્ન તેને કર્યા પરંતુ તેનો પતિ તેનામાં કોઈ રસ ધરાવતો નહતો અને લગ્ન તેને તેના પરિવારનું માન રાખવા કાર્ય હતા તેવું જાણવા મળ્યું. એટલું જ નહિ અન્ય છકારીઓ સાથે પણ લગ્ન નું નાટક અગાઉ કરી ચુક્યો હતો .આ લગ્ન જીવન બચાવવા તેના માતા પિતાએ પૈસા મામલે પણ હાથ છૂટો રાખ્યો પરંતુ અંતે છૂટાછેડા સિવાય કોઈ રસ્તો હાથે ના આવ્યો. આ છોકરીએ છૂટાછેડા તો લીધા પરંતુ હવે એની ખરી પરીક્ષા શરુ થયી. સમાજ એ દયા નો જે ધોધ વરસાવ્યો એનાથી તેનો પરિવાર ટ્રસ્ટ થયો ગયો. આ છોકરી જ્યાં જાય ત્યાં સ્ત્રીઓ ની વાતો શરુ થતી કે બિચારી ને એનો પતિ છોડી ગયો. કેવું નસીબ અને માં બાપ ની કેવી જિંદગી. બિચારા માં બાપ ને પણ સહન કરવાનું. કેટલીક સ્ત્રીઓ દયા ની ઢાલ માં ચૂપાઇને તિર વરસાવતી તો કેટલીક સ્ત્રીઓ ખુલ્લે આમ બદલો લેવા પોતાની દીકરીઓને બોલાતી કે આનાથી દૂર રહે નહીંતર તુંય એની જેમ પાછી આવીશ. પોતાનું ઘર ના કરી શકી એ બીજાને શું સલાહ પતિ હશે અને ઘણું બધું. ...
Comments
Post a Comment