દીકરી
નામ - કોઈ પણ રાખો, શું ફરક પડે છે? જન્મ - દીકરી તરીકે જે જન્મથી માં બાપ ને લગ્નના ખર્ચ ની ચિંતા માં પાડી દેઈ છે. ઉંમર - કોઈ પણ આંકડો ધારી લો. સરનામું- પહેલા બાપનું ઘર પછી પતિનું ભવિષ્યમાં દીકરાનું ઘર જો તે રાખશે તો કે પછી કદાચ ઘરડાઘર વિશેષતા - બાપની દ્રષ્ટિએ તેજસ્વી અને સંસ્કારી દીકરી મા ની દ્રષ્ટિએ સમજુ સાસુની દ્રષ્ટિએ આવડત વિનાની વરની દ્રષ્ટિએ ખર્ચાડ દીકરાની દ્રષ્ટિએ રહેવા દે તને કંઈ ખબર નહીં પડે પોતાની દ્રષ્ટિએ ખબર નથી કાર્યાનુભવ - ઘરકામ, ...