દીકરી

નામ -   કોઈ પણ રાખો, શું ફરક પડે છે?

જન્મ - દીકરી તરીકે જે જન્મથી માં બાપ ને લગ્નના ખર્ચ ની ચિંતા માં પાડી દેઈ છે.

ઉંમર -  કોઈ પણ આંકડો ધારી લો.

સરનામું- પહેલા બાપનું ઘર
             પછી પતિનું
             ભવિષ્યમાં દીકરાનું ઘર જો તે રાખશે તો
             કે પછી કદાચ ઘરડાઘર

વિશેષતા - બાપની દ્રષ્ટિએ તેજસ્વી અને સંસ્કારી દીકરી 
               મા ની દ્રષ્ટિએ સમજુ

               સાસુની દ્રષ્ટિએ આવડત વિનાની
               વરની દ્રષ્ટિએ ખર્ચાડ

               દીકરાની દ્રષ્ટિએ રહેવા દે તને કંઈ 
               ખબર નહીં પડે

               પોતાની દ્રષ્ટિએ ખબર નથી 😒

કાર્યાનુભવ - ઘરકામ,
                  રસોડું,
                 ઝાડુ પોતા,
                 કપડા- વાસણ,
                 ઘર વાળાઓને સંભાળવા

બાળકો - નંગ બે (તેમને જન્મ,
             ઉછેર, ભણતર, ગણતર
             વગેરે વગેરે)
માંદગીમાં ને પરીક્ષા વખતે ઉજાગરા કરવા..

વળતર - તે શું કર્યું એવો સવાલ
આવક - પતિ અને બાળકો આપે તે
બચત - ઘર વપરાશ માંથી બચે તે

જરૂરિયાત - બે ટાઈમ ખાવાનું,
                 થોડા ઘણા કપડા,
                 વાર - તહેવારે ને પ્રસંગેથોડા
                 ભારે  કપડા - દાગીના કુટુંબનું સારું લાગે એટલા માટે


અપેક્ષા - કંઈ નહીં

Comments

Popular posts from this blog

તિરસ્કાર યોગ્ય છે?

ફેસબૂક પર ની એક પોસ્ટ

પ્રેમ સાથે માન કેમ નથી મળતું?