સ્ત્રી શસક્તિકરણ પુરુષ ની મદદ વગર શક્ય જ નથી..!


હજુ આજે પણ મોટા ભાગના પુરુષો ઘર કામ માં મદદ કરવા કોઈ કાળે તૈયાર થતા નથી. (ખાસ કરીને મઘ્યમ વર્ગીય પુરુષો. ધનવાન માણસો પાસે જો કે નોકર ચાકર ની સગવડ હોવાથી સ્ત્રીઓ ને સમય મળી રહે છે.) ઘરકામ માં મદદ કરવી , અરે સામાન્ય કામ જેવા કે શાક લઇ આપવું, લોટ દળવા આપી આવવો કે કરિયાણું લાવી એવું એ પણ અતિ શરમજનક કર્યો માં આવે છે પુરુષો માટે.  હવે જયારે આપણે અમેરિકા જેવા દેશ સાથે હરીફાઈ કરી રહ્યા છે, ત્યાં જવા ઉતાવળા થયી રહ્યા છે  ત્યારે  થોડું શિક્ષિત થવું , સમાજ અને સમય સાથે તાલ મિલાવવો જરૂરી છે.  આજ યુવાનો વિદેશ માં જઈને સમય સાથે તાલ મિલાવે છે. પત્ની ને સાથ આપે છે અને સાથે મળીને આગળ વધીને સારી રીતે ઘર ચલાવે છે તથા એક બીજાને સહકાર આપે છે., મતલબ ખામી વડીલો ના સંસકાર  માં અને અહીં ના સમાજ ની માનસિકતા માં છે. 

શું આ માટે સ્ત્રીઓ પોતે જવાબદાર નથી? સ્ત્રી શસક્તિકરણ ની વાતો કરતી સ્ત્રીઓ જયારે પોતાના જ ઘર ની સ્ત્રીને નીચે લાવવાની કોશિશ કરે, પોતાના દીકરાને સંસકાર ના નામે પત્ની ને કાબુ માં રાખવાની વાત શીખવાડે તો ક્યાંથી સંભવ થાય શસ્ક્તિકરણ અને કયી રીતે થાય સમાનતા અને ક્યાંથી થાય અમેરિકા સાથે હરીફાઈ..!!!

સાથે મળીને જિંદગી જીવવાની માજા જ કંઈક અલગ છે ..  સમાજ ના રિવાજો તથા પોતાના comfort  માટે સેટ કરાયેલા નિયમો ને ભૂલવામાં જ મજા છે. પ્રેમ તો એક બીજા ના માટે જીવવામાં , એક બીજા ને સ્વતંત્રતા આપવામાં તથા એક બીજા ની રિસ્પેક્ટ કરવામાં છે.  આ પ્રેમ માં  કોઈ બંધન , કોઈ ભય ની આવશ્યકતા નથી 

Comments

Popular posts from this blog

તિરસ્કાર યોગ્ય છે?

ફેસબૂક પર ની એક પોસ્ટ

પ્રેમ સાથે માન કેમ નથી મળતું?