આદર્શ સંતાન

આજ કાલનો સૌથી મોટો ચર્ચાનો વિષય  એટલે એ કે ઘડપણ માં અમારું કોણ..! વહુ સારી આવશે કે નહિ જે સેવા કરે.!

એક બહુ જ સરસ પરિવાર જોયો જેના વિષે થોડું કહેવાનું મન થાય છે કારણકે લખો માં એક છે આ પરિવાર અને સંતાન.  બે ભાઈ , તેમના માતા પિતા અને દાદી સાથે રહેતા હતા. દાદી પથારીવશ થઇ ગયા જેથી તેમની જવાબદારી સીધી રીતે જ તેમની માતા ને માથે આવે. માતાને આ વાતની સતત ચિંતા થવા લાગી કારણકે પોતાની પણ હવે ૬૦ વર્ચ જેવી ઉમર તો થઇ ગયી હતી. એટલું બધું કામ એકલા હાથે કઈ રીતે કરશે તેની ચિંતા થતી હતી અને સ્વાભાવિક છે. પરંતુ તેમને એ વાત ની જાણ નહોતી કે એમના સંસકાર એમને મદદ રૂપ થવાના છે. બંને દીકરાઓ એ પુરુષ તરીકે નો અહં છોડીને પોતે જ જવાબદારી સ્વીકારી અને માતા ને એ જવાબદારી માં થી નિવૃત કરી. દાદી ની દિલ થી સેવા કરી કે દાદી પણ કેહવા મજબુર થયી ગયા કે દીકરા હોય તો આવા...!

થોડા સમય પછી બંને ભાઈઓ ના લગ્ન થયા અને બંને ની પત્ની ઘરમાં આવી.  બંને ને ઘરમાં ભળતા વાર ના લાગી કારણકે છોકરાઓ આ સમાજ માં રહેવા છતાં  ઉત્તમ વિચાર ધરાવતા હતા.   અચાનક તેમના mummy ની તબિયત બગડી અને mummy પણ પાછળ ૨-૩ મહિના પથારીવસ રહ્યા. આવા સમયે વહુઓને બધી જ જવાબદારી સોંપવાને બદલે પોતે આગળ આવ્યા અને mummy ની પણ દિલ થી સેવા કરી કોઈ પણ જાતના બહાના બનવ્યા વગર કે દોષારોપણ માં સમય વ્યય કર્યાં વગર.  આ જ પરિસ્થિતિ કોઈ સામાન્ય ઘરમાં હોત તો બધું જ વહુ ઉપર નિર્ભર હોત. અને જો વહુ થાકી જાય કે મન થી ના કરે તો દીકરો હાથ જોડી ને ઉભો રહે અથવા તો વહુ ઉપર જબરદસ્તી કરે પણ પોતે તો આગળ ના જ આવે. હા દોડધામ કરે , જોડે બેસે , પૈસા ખર્ચે પણ પથારીવસ mummy ની અસલી સેવા થી તો આઘો જ રહે કારણ એ સ્ત્રી ની જવાબદારી માં આવે. પણ આ તો આદર્શ સંતાન હતા જે માતા પિતા ને પોતાના ગણતા હતા જેથી પોતે જ સેવા કરતા હતા ના કે વહુ ને આગળ ધરી ને છૂટવા નો પ્રયત્ન કરતા હતા. આ ક્ષણ માં સમજવા જેવું એટલું જ છે કે જો દરે કે માતા પોતાના પુત્ર ને સીખવાડશે ને કે કઈ રીતે માતા પિતા ની સેવા કરવી તો કોઈ જ વૃદ્ધ  માતા પિતા ઘરડા ઘર માં નહિ રહે અને દુઃખી નહિ થાય.  પરાયી આશા ક્યારેય ના રખાય. જયારે પોતાના છોકરા પોતાના ના થતા હોય તો વહુ ઉપર શુ દોષારોપણ કરવું...! વહુ ને પણ તો આપડે પ્રેગ્નન્ટ હોય ત્યારે માતા પિતા પાસે જ મોકલીએ છીએ ને ..!  આદર્શ સંતાન તો જાતે જ સેવા કરે , કોઈની પાસેથી કરાવીને આદર્શ ના બને..!  વાત બહુ નાની છે પણ એક આખે આખો પ્રોબ્લેમ solve કરી શકે છે કે ઘડપણ માં કોણ કરશે..!


Comments

Popular posts from this blog

તિરસ્કાર યોગ્ય છે?

ફેસબૂક પર ની એક પોસ્ટ

પ્રેમ સાથે માન કેમ નથી મળતું?