દિવ્ય ભાસ્કર ની બ્લેક બોર્ડ સિરીઝ મારી દ્રષ્ટિએ ખુબ જ સારી શરૂઆત છે. આજ ના લેખમાં યુવાન દીકરીઓના મરજી વિરુદ્ધ લગ્ન અને બોજ રૂપ ગણી હંમેશા અનાદર કરવાની માનસિકતા ને ઉજાગર કરે છે. આ દીકરીઓ નર્ક સમાન યાતનાઓથી પસાર થાય છે, ફક્ત તેમના માતા પિતા ના કારણે. વસ્તી વધારા પાર અંકુશ અને માતા પિતા ના દરેક નિર્ણય નો સહજ આદર . .... આ બંને બાબતો પર અંકુશ ની માંગ કરે છે આ લેખ. તમારા મંતવ્ય જણાવા વિનંતી . https://www.divyabhaskar.co.in/dvb-original/news/age-when-her-husband-beat-her-felt-that-this-131272062.html
ફેસબૂક પર ની એક પોસ્ટ કે જેને મને ખુબ જ વિચારવા મજબુર કરી. એક ૩૪ વર્ષીય સ્ત્રી કે જેને આખરે એનો પતિ મળ્યો એને ખુબ જ હિમ્મત થી સમાજ ની પરવા કાર્ય વગર એક પોસ્ટ કરી જેમાં તેને લખ્યું કે ઘણી આત્મહત્યા ખરેખર ખૂન છે અને ઘણા માનસિક રોગ સમાજ ની ભેટ છે. એ સમજાવતા તેને પોતાનું ઉદાહરણ સામે મૂક્યું અને જણાવ્યું કે હું ૩૪ વર્ષ સુધી અપરિણીત રહી અને સમાજે તથા મારા સાગા સંબંધીઓ એ એ તમામ કોશિશ કરી કે જે મને મારવા મજબુર કરે. મારા અને મારા પરિવાર પ્રત્યે સહાનુભૂતિ ભરી નજર, મારા ચારિત્રય તથા મારા પર શંકા સાથે કટાક્ષ બાવુ જ સામાન્ય થયી ગયા હતા. ધીમે ધીમે એ સ્થિતિ આવી ગયી કે લોકો પોતાની પાર્ટી માં પણ મને નહોતા બોલાવતા કારણકે પતિ વગર મારુ કોઈ વજૂદ નહોતું. કોઈ જગ્યાએ હાજરી આપું તો પણ જાણે મારુ અસ્તિત્વ મારા માં-બાપ માટે જોખમ રૂપ હોય તેવો વ્યવહાર કરવામાં આવતો. કોઈ એ જાણવાની દરકાર નહોતું કરતુ કે શું ચાલી રહ્યું છે મારા જીવન માં, હું ખુશ છું કે નહિ. બસ સમાજ અને સંબંધીઓ પુરા દિલથી તક નો લાભ ઉઠાવી રહ્યા હતા સહાનુભૂતિ ના નામે. અંતે મને એક એવો વ્યક્તિ મળ્યો કે જે મારી હાલત સમજી શક્યો, મારા પ્રેમ ને સમજ્ય...
જો આ પ્રશ્ન નો જવાબ હા હોય તો મારે કઈ કેહવાની જરૂર નથી . તમે પોતે જ ઘણા બધા પ્રશ્નો વિચારશો અને એનો જવાબ મેળવવાની કોશિશ કરશો. જો એક બળાત્કારી ને , ખોટા ધંધા કરતી વ્યક્તિ ને આ સજા મળતી હોય તો વાજીબ છે પણ ફક્ત તમારે લગ્ન કરવાના છે એટલે અત્યારે કશું બોલવાનું નહિ, ક્યાંય પડવાનું નહિ એ કેટલું સાચું ? હમણાં જ મારી સોસાયટી માં એક બેહને સામાન્ય ઝગડા માં પાડોશી ને કહ્યું કે. તું ચૂપ રહે નહિ તો તારી છોકરી કુંવારી જ રેહશે. એમાંય ૨૮ વર્ષ ની થયી ગયી છે . કોઈ બાપો લીધે નહિ જાય અને એ અપમાન એ છોકરીને એક વાર મરવા સુધીના વિચાર સુધી દોરી ગયું હતું . ફ્રીડમ ઓફ સ્પીચ નો અહીં બંને બાજુ ઉલ્લઘન થાય છે પણ આ જ તો સમાજ છે.
Comments
Post a Comment