સલામતી કે સજા ..!!!

ઘણી બધી એવી લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી ઈન્સ્ટીટ્યૂટ છે જે પોતાના કેમ્પસ માં nuisance  રોકવા માટે છોકરીઓને ૮ વાગ્યા પછી પ્રવેશ આપતા નથી.  આ વાત પ્રત્યે મને કોઈ ઓબ્જેકશન નહોતું જ્યાં સુધી કારણકે મને આવી પરીક્ષાની તૈયારી કરતી છોકરીઓ સાથે કોઈ મુલાકાત થયી નહોતી. પણ હાલમાં જ આવી ૫-૬ છોકરીઓ સાથે મુલાકાત થયી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે. હોસ્ટેલ માં રહે છે અને ૮-૧૦ કલાક નું વાંચન  જરૂરી  છે. હોસ્ટેલ માં એક રૂમ માં ૫-૬ છોકરીઓ ભેગી હોવાથી વાંચી શકાતું નથી. ઈન્સ્ટિટ્યૂટ ૫ minute  ની જ દુરી પર છે અને ૨૪ કલાક ની લાયબ્રેરી ની સુવિધા ધરાવે છે. છોકરાઓ તેનો પૂરો ઉપયોગ કરે છે. મોટા ભાગે રાતે વાંચન કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય છે. પરંતુ છોકરીઓ આ લાયબ્રેરી ની સુવિધાનો ઉપયોગ કરી શકતી નથી  કારણકે છોકરાઓ નું ધ્યાન ભટકી શકે છે અથવા સંસ્થા ને સમાજ નો ભય  છે કે સલામતી ની ચિંતા છે પણ આ બધી જ બાબતો માં નુકસાન કોનું છે અને સહન કોને કરવું પડે છે.!!!

અમુક વખતે બાવુ જ સામાન્ય લાગતી બાબતો કોઈની જિંદગી ની સૌથી મોટી મુશ્કેલી બની જતી હોય છે અને સમાજ ની વિચારધારા કેવી રીતે બાધક બને છે તેનું આ મેં જાણેલું એક નવું અને આશ્ચર્યજનક ઉદાહરણ છે.  

Comments

Popular posts from this blog

તિરસ્કાર યોગ્ય છે?

ફેસબૂક પર ની એક પોસ્ટ

કેટલી છોકરીઓ કે છોકરાઓ હશે અહીં કે જેમને સત્ય બોલતા પેહલા એમ કહીને ચૂપ કરવામાં આવે છે કે એય તું ચૂપ રહે. તારે લગન કરવાના છે હજુ