સલામતી કે સજા ..!!!
ઘણી બધી એવી લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી ઈન્સ્ટીટ્યૂટ છે જે પોતાના કેમ્પસ માં nuisance રોકવા માટે છોકરીઓને ૮ વાગ્યા પછી પ્રવેશ આપતા નથી. આ વાત પ્રત્યે મને કોઈ ઓબ્જેકશન નહોતું જ્યાં સુધી કારણકે મને આવી પરીક્ષાની તૈયારી કરતી છોકરીઓ સાથે કોઈ મુલાકાત થયી નહોતી. પણ હાલમાં જ આવી ૫-૬ છોકરીઓ સાથે મુલાકાત થયી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે. હોસ્ટેલ માં રહે છે અને ૮-૧૦ કલાક નું વાંચન જરૂરી છે. હોસ્ટેલ માં એક રૂમ માં ૫-૬ છોકરીઓ ભેગી હોવાથી વાંચી શકાતું નથી. ઈન્સ્ટિટ્યૂટ ૫ minute ની જ દુરી પર છે અને ૨૪ કલાક ની લાયબ્રેરી ની સુવિધા ધરાવે છે. છોકરાઓ તેનો પૂરો ઉપયોગ કરે છે. મોટા ભાગે રાતે વાંચન કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય છે. પરંતુ છોકરીઓ આ લાયબ્રેરી ની સુવિધાનો ઉપયોગ કરી શકતી નથી કારણકે છોકરાઓ નું ધ્યાન ભટકી શકે છે અથવા સંસ્થા ને સમાજ નો ભય છે કે સલામતી ની ચિંતા છે પણ આ બધી જ બાબતો માં નુકસાન કોનું છે અને સહન કોને કરવું પડે છે.!!! અમુક વખતે બાવુ જ સામાન્ય લાગતી બાબતો કોઈની જિંદગી ની સૌથી મોટી મુશ્કેલી બની જતી હોય છે અને સમાજ ની વિચારધારા કેવી રીતે બા