Posts

દીકરી

Image
નામ -   કોઈ પણ રાખો, શું ફરક પડે છે? જન્મ - દીકરી તરીકે જે જન્મથી માં બાપ ને લગ્નના ખર્ચ ની ચિંતા માં પાડી દેઈ છે. ઉંમર -  કોઈ પણ આંકડો ધારી લો. સરનામું- પહેલા બાપનું ઘર              પછી પતિનું              ભવિષ્યમાં દીકરાનું ઘર જો તે રાખશે તો              કે પછી કદાચ ઘરડાઘર વિશેષતા - બાપની દ્રષ્ટિએ તેજસ્વી અને સંસ્કારી દીકરી                 મા ની દ્રષ્ટિએ સમજુ                સાસુની દ્રષ્ટિએ આવડત વિનાની                વરની દ્રષ્ટિએ ખર્ચાડ                દીકરાની દ્રષ્ટિએ રહેવા દે તને કંઈ                 ખબર નહીં પડે                પોતાની દ્રષ્ટિએ ખબર નથી  કાર્યાનુભવ - ઘરકામ, ...

જમાનો બદલાતા વાર કેમ લાગે છે? સ્ત્રી શસક્તિકરણની જરૂર કેમ વધતી જાય છે?

જમાનો બદલાતા વાર કેમ લાગે છે? સ્ત્રી શસક્તિકરણની જરૂર કેમ વધતી જાય છે? ઘણી સ્ત્રીઓ, ખાસ કરીને એવી સ્ત્રીઓ કે જેને પગ પાર ઉભા રેહવાની ધગશ રહેલી હોય છે છતાં કઈ સાકાર થતું નથી, ફક્ત સમાજ ના રિવાજો અને પરંપરાઓ ને કારણે.. અને જે કારણો મોટા ભાગે જોવા મળે છે એ હોય છે.. છોકરીઓ પ્રત્યે ઘર તરફથી જ ઓછું ધ્યાન આપવુ, ખાસ કરીને career  બાબતે. ભણવા માટે પ્રોત્સાહિત કરવું પરંતુ લગ્ન જ મુખ્ય ધ્યેય હોવો લગ્નમાં તો જે સાસરી વાળા કહે એ માનવું જ એવી મુખ્ય શિખામણો અને ઘર કરીને રેહવાની ખાસ ટકોર લગ્ન બાદ ના બંધનો  તથા નાહકના રિવાજો અને બંધનો ચાલો માની લીધું કે આ છે પણ એક વાર વિચારો કે કોઈ પણ સ્ત્રી મનથી ધારી લે કે આ રીત તે પોતાની દીકરી અને પુત્રવધુ સાથે નહિ થવા દે તો જમાનો ત્યાંથી જ સુધારવા માંડે છે પરંતુ સ્ત્રી આમ વિચારવાને બદલે પુત્રવધુ સાથે એવી હરીફાઈ કરે છે કે "મેં એટલું ભોગવ્યું તો એ કેમ ના ભોગવે..!" એને શુ કરવા વધારે સગવડ મળે...!   આવી સ્ત્રીઓ જ સમાજ ની સાચી દુશ્મન છે. ઘણી સ્ત્રીઓ દીકરીઓ ને પણ એવી જ શિખામણ આપે છે કે ઘર કરીને રહેવાનું, કઈ પણ થાય સાસરી માં તો સહન કરવાનું એમ કઈ ...

સ્વતત્રતા પર તરાપ મારવાથી કોઈ વ્યક્તિ પોતાની થઇ શક્તિ નથી. પ્રેમ એ સ્વતંત્રતા, વિશ્વાસ અને આદર નું બીજું નામ છે

આજે અચાનક જ ધર્મ અને કર્મ એટલે  શુ એનું પૂરું ચિત્ર સામે આવી ગયું.  જમાનો મોડર્ન થતો જાય છે. સંસકાર  શબ્દ પાર એટલો ભાર મુકવામાં આવે છે જાણે કે અમુક લોકો ની સંપત્તિ હોય એ.  પણ શું આ મોડર્ન યુગ માં ખરા અર્થ માં સંસ્કાર  ,  ધર્મ અને કર્મ નો અર્થ રહ્યો છે..!!   ધર્મ અને ગીતા જણાવે છે સંયમ , ચારિત્રય , સન્માન, દયા , ક્ષમા અને સાથે સાથે દ્રઢતા , વિશ્વાસ , ધીરજ અને પ્રેમ ની સૌંહિં પરિભાષા શીખવાડે છે પણ આજે કેટલા લોકો માં આ ગન જોવા મળે છે..!! સંયમ , ચારિત્રય અને પ્રેમ ને તો કૈક નવું જ રૂપ આપવામાં આવ્યું છે અને ધર્મ માં માનનારા ને જુનવાણી માનવામાં આવે છે. તો એ વાત તો સાફ છે કે અપને જેને અનુસરીએ છે એ છે રીતિ રિવાજ  નહિ  કે ધર્મ. જેમાં સુધારા ની સતત જરૂર છે . કારણ કે શ્રી કૃષ્ણ એ પણ સંદેશ આપ્યો છે કે દરેક મનુષ્યએ સમય પ્રમાણે પોતાના વિચારો ને બદલવા જ પડશે.   સમય પ્રમાણે પહેરવેશ , સ્વતાંત્રતા તથા પરંપરા માં બદલાવ થાય એ સ્વાભાવિક છે પણ સંસ્કારના pillar  સંયમ , ચારિત્રય , સન્માન અને પ્રેમ ત્યાંજ હયાત રહે તો કોઈ જ ચિંતા ની આવશ્યકતા નથી.  એક...

પ્રેમ સાથે માન કેમ નથી મળતું?

કોઈને પણ પૂછવામાં આવે કે તે પોતાની mummy ને કેટલો પ્રેમ કરે છે..! તો કદાચ હાસ્યાસ્પદ લાગશે કારણકે માતાનાપ્રેમ પર તો કેટલીયે કવિતાઓ લખાઈ છે. માતાના પ્રેમ નો કોઈ વિકલ્પ નથી પરંતુ આપણે માતાના પ્રેમ ના ગુણ ગાન ગાવાના બદલે જો દિલ થી મદદ  કરવાનું વિચારીએ તો કદાચ એ સાચી ભેટ હશે. દીકરી હોય તો માને ઘરકામ માં મદદ કરે પરંતુ પતિ કે દીકરો તો એ ના કરી શકે ને કારણકે માના પ્રેમ કે માની  સેવા કરતા સમાજે શીખવેલ પુરુષ તરીકે નું ઘમંડ અને  મિથ્યાભિમાન વધારે મહત્વનું છે?. આજ પછી જયારે પણ માતાના ગુણ ગાન ગાવાનું મન થાય તો એને મદદ કરવાનું વિચારજો કારણકે શબ્દો કરતા ખરું કાર્ય એને વધુ મદદ કરશે. એક બવું સામાન્ય લાગતી આ વાત ઘણો બદલાવ લાવી શકે છે અને સ્ત્રી ના સન્માન તથા સશક્તિકરણ  ને  ઘણે અંશે સાર્થક કરી શકે છે. બાકી શબ્દોથી માતાના પ્રેમ નો બદલો ક્યારેય ના વાળી શકાય. ચાલો જોઈએ કેટલા પુત્રો અહમ તથા સમાજ ને બાજુમાં મૂકી માતાનો સાચો પુત્ર બની શકે છે..!! નિબંધ લખવા જેટલું કે ફક્ત મોંઘી ભેટ આપી માં ને ખુશ કરવા જેટલું સહેલું નથી આ કાર્ય પણ સાચું અને ખરું છે.

આખરે ભણતર માં આગળ હોવા છતાં કારકિર્દી માં આ છોકરીઓ કેમ પાછળ હોય છે ?

એક સહજ સવાલ પુછાયો એક છોકરા તરફ થી કે સ્કૂલ માં હંમેશા ૮૦- ૯૦ % લાવા વાળી છોકરીઓ કારકિર્દી માં પાછળ કેમ હોય છે. આ વાત મનમાં તો હતી જ પરંતુ એ વાત share  કરવાનો મોકો આ પ્રશ્ન ના કારણે મળ્યો. હજુ આજે પણ મોટા ભાગની છોકરીઓ નું સપનું એક રાજકુમાર જેવો છોકરો મેળવવાનું હોય છે.જે એને સાચવે. સમાજ ની તથા ખુદ માતા પિતા પણ ૨૦ એક વર્ષે એવી જ ઈચ્છા રાખે કે હવે દીકરી પોતાના ઘરે જાય અને સુખી થાય. તેમની સૌથી મોટી ખુશી એમાં જ હોય.  લગ્ન પછી શૂન્ય થી શરૂઆત કરવી એ કોઈ પણ વ્યક્તિ માટે એટલી સરળ વાત નહતી કારણકે અથવા તો એવું કહેવામાં આવે કે ઘણું છે તારે કઈ કરવા ની જરૂર નથી અથવા તો તું ઘર માં ધ્યાન આપ ને , બધા ના time  adjust  થાય. પણ આ બધું જ ત્યારે યાદ આવે જયારે ઉમર ૫૦ ની આસ પાસ થાય અને પોતાના સપના ની એક વાર્તા મગજ માં યાદ આવે. જયારે બધા જ પોતાની દુનિયામાં વ્યસ્ત હોય., technology  સાથે જોડાયેલા હોય અને ફક્ત તમે જ ભણેલા અભણ થઈને બેઠા હોય. દીકરી ને ભણવા સુધી અપને પહોંચ્યા ખરા પણ તેમાં પણ લાલચ તો યોગ્ય મુરતિયો શોધવાની જ છે (મોટા ભાગના કિસ્સા માં )એ થી વિશેષ કઈ નહિ.  એમાં જીનદીના...

વહુ નું સાસરું અને જમાઈ નું સાસરું

આપણે ત્યાં જે પ્રમાણે જમાઈ રાજોને સાસરે સાચવવામાં આવે છે  કાશ તે જ પ્રમાણે વહુઓને તેમના સાસરે સાચવવામાં આવે તો  કોઈ દીકરીના માતા પિતા ને ચિંતા ના રહેત.  તમારું શું માનવું છે ?

શરમ , આબરૂ અને મર્યાદા

શરમ , આબરૂ અને મર્યાદા આ શબ્દો મહદંશે સ્ત્રીઓ સાથે જ જોડાયેલ છે. આનું કારણ હજુ સમજાયું નથી.  કોઈ નવજાત બાળક તરછોડે ત્યારે હંમેશા એમ જ કહેવાય કે કઈ રીતે માં નું હૃદય ચાલ્યું એવું કરતા. શું પિતા ની કોઈ જ જવાબદારી નથી ? આમ જયારે સમાનતા ની વાત કરવામાં આવે ત્યારે ઘણા પુરુષો સામે આવે છે કે પિતા પણ બરાબર જવાબદારી નિભાવે છે. કેમ બાળક માતા ને જ સોંપવું અને બીજું ઘણું બધું. સ્ત્રી પુરુષ ની ગેરહાજરી માં બંને ની જવાબદારી નિભાવી જાણે છે અને એ પણ સમાજ ના નિયમો થી બંધાયેલી હોવા છતાં. કેટલા પુરુષો એકલા હાથે બંનેની  ની જવાબદારી નિભાવી શકે અને બાળક ને મોટું કરી શકે. આવા પુરુષો મોટા ભાગે બિચારા   થઇ જતા હોય છે. તરત જ બીજી ચોકી શોધવાની શરુઆત થઇ જાય છે કારણકે એકલો પુરુષ તો ના કરી શકે ને બાળકો નો ઉચ્છેર , એકલો પુરુષ જમવાનું કઈ રીતે manage  કરે..!!  સમાજ માં આવા પુરુષો હોય તો આશ્ચર્ય થઇ જાય છે એ જ બતાવે છે અસલી સ્થિતિ.  અને છતાં સમાનતા ની વાત આવતા કૂદી પાડવામાં આવે છે. સમાનતા ની ખરી જરૂર તો પુરુષ ની સ્થિતિ સુધારીને કરવી જોઈએ જેથી એની હાલત દયનિય ના થાય. અહીં થી શરૂઆત કરીશું તો ઝડ...