Posts

કેટલી છોકરીઓ કે છોકરાઓ હશે અહીં કે જેમને સત્ય બોલતા પેહલા એમ કહીને ચૂપ કરવામાં આવે છે કે એય તું ચૂપ રહે. તારે લગન કરવાના છે હજુ

 જો આ પ્રશ્ન નો જવાબ હા હોય તો મારે કઈ કેહવાની જરૂર નથી . તમે પોતે જ ઘણા બધા પ્રશ્નો વિચારશો અને એનો જવાબ મેળવવાની કોશિશ કરશો. જો એક બળાત્કારી ને , ખોટા ધંધા કરતી વ્યક્તિ ને આ સજા મળતી હોય તો વાજીબ છે પણ ફક્ત તમારે લગ્ન કરવાના છે એટલે અત્યારે કશું બોલવાનું નહિ, ક્યાંય પડવાનું નહિ એ કેટલું સાચું ?  હમણાં જ મારી સોસાયટી માં એક બેહને સામાન્ય ઝગડા માં પાડોશી ને કહ્યું કે. તું ચૂપ રહે નહિ તો તારી છોકરી કુંવારી જ રેહશે. એમાંય ૨૮ વર્ષ ની થયી ગયી છે . કોઈ બાપો લીધે નહિ જાય અને એ અપમાન એ છોકરીને એક વાર મરવા સુધીના વિચાર સુધી દોરી ગયું હતું .   ફ્રીડમ ઓફ સ્પીચ નો અહીં બંને બાજુ ઉલ્લઘન થાય છે પણ આ જ તો સમાજ છે. 

શું સમાજ ને કોઈ લગામ નથી?

આજે સવારે ઉઠી અને મારી એક class mate નું   whatsapp સ્ટેટસ જોયું " મારે બસ મારી જવું છે.. ફાઇનલ ડિસિશન"    આ છોકરી છેલ્લા ૩ વર્ષ થી નર્ક થી પણ ખરાબ જિંદગી જીવી રહી હતી. સંસકારી, ઘરેલુ કામ માં હોશિયાર, કેરેક્ટર માં ૧૦૦ ટકા સોનુ  છતાં એક અયોગ્ય પાત્ર સાથે લગ્ન થતા જ તેની જિંદગી બદલાયી ગયી. એક શિક્ષિત યુવતી કે જે P.hd કરી રહી હતી તેની જિંદગી ના દરેક સપના રોળાઈ ગયા. એનો પતિ બીજી યુવતી સાથે ફરી ખાતો હતો. તેની સાથે માર ઝુડ પણ કરતો જો તે દલીલ કરવાની કોશિશ કરે. એક તરફ દહેજ લેવાની આશા ખરી પણ એમ ખુલ્લે આમ નહિ. જો યુવતી પોતાના પિતાના ઘરેથી કોઈ મીઠાઈ પણ લાવે તો તેને મારે કે શું તું મને કાબિલ ણથી સમજાતી અને એજ પુરુષ કપડાં થી માંડીને યુવતી ની અન્ય અનેક જરૂરિયાત તેના પિતા દ્વારા જ પુરી કરાવે. જાણે એની કોઈ ફરજ નથી. આ સ્થિતિ માં થી આ યુવતી બચી શકતી હતી પરંતુ દરેક વખત ની જેમ "સમાજ" વચ્ચે આવ્યો. યુવતી એ પિતા ના ઘરે અવની હુમ્મત કરીને તરત જ તેનો રોલ ચાલુ થયી ગયો. સાગા સંબંધીઓ આવીને સલાહ આપવા માંડ્યા કે છોકરી ની જાત માં બાપ ના ઘરે શોભે જ નહિ. લોકો શું કેહ્શે..? હજુ તો એના ભાઈ ના લગ...

ફેસબૂક પર ની એક પોસ્ટ

ફેસબૂક પર ની એક પોસ્ટ કે જેને મને ખુબ જ વિચારવા મજબુર કરી. એક ૩૪ વર્ષીય સ્ત્રી કે જેને આખરે એનો પતિ મળ્યો એને ખુબ જ હિમ્મત થી સમાજ ની પરવા કાર્ય વગર એક પોસ્ટ કરી જેમાં તેને લખ્યું કે ઘણી આત્મહત્યા ખરેખર ખૂન છે અને ઘણા માનસિક રોગ સમાજ ની ભેટ છે. એ સમજાવતા તેને પોતાનું ઉદાહરણ સામે મૂક્યું અને જણાવ્યું કે હું ૩૪ વર્ષ સુધી અપરિણીત રહી અને સમાજે તથા મારા સાગા સંબંધીઓ એ એ તમામ કોશિશ કરી કે જે મને મારવા મજબુર કરે. મારા અને મારા પરિવાર પ્રત્યે સહાનુભૂતિ ભરી નજર, મારા ચારિત્રય તથા મારા પર શંકા સાથે કટાક્ષ બાવુ જ સામાન્ય થયી ગયા હતા. ધીમે ધીમે એ સ્થિતિ આવી ગયી કે લોકો પોતાની પાર્ટી માં પણ મને નહોતા બોલાવતા કારણકે પતિ વગર મારુ કોઈ વજૂદ નહોતું. કોઈ જગ્યાએ હાજરી આપું તો પણ જાણે મારુ અસ્તિત્વ મારા માં-બાપ માટે જોખમ રૂપ હોય તેવો વ્યવહાર કરવામાં આવતો.  કોઈ એ જાણવાની દરકાર નહોતું કરતુ કે શું ચાલી રહ્યું છે મારા જીવન માં, હું ખુશ છું કે નહિ.  બસ સમાજ અને સંબંધીઓ પુરા દિલથી તક નો લાભ ઉઠાવી રહ્યા હતા સહાનુભૂતિ ના નામે. અંતે મને એક એવો વ્યક્તિ મળ્યો કે જે મારી હાલત સમજી શક્યો, મારા પ્રેમ ને સમજ્ય...

'હું આજે મોડી આવીસ, મારે પિકચર જોવા જવાનું છે' એમ કહીને સડસડાટ ઘર ની બહાર ચાલી જતી દિકરી જ્યારે પતિ અને સાસુ પાસે 2 દિવસ પિયરે રોકાવાની રજા માંગે ને ત્યારે તે પોતાની " સ્વતંત્રતા" ગુમાવે છે.!

જ્ઞાતિ ના એક છોકરા નું માગું આપણી દિકરી માટે આવ્યુ છે. છોકરો સુંદર છે, ભણેલો છે, બિઝનેસ કરે છે, મોટા કુટુંબ માં રહેલો છે, ને માં બાપ નો એકનો એક દિકરો છે... આની સાથે આપણી દિકરી ના લગ્ન થસે તો એ ઘણું સુખ અને પ્રેમ પામશે... એ વિચારી ને જ કદાચ માં બાપ પોતની વહાલી દિકરી ને તદ્દન અજાણ્યા કુટુંબ માં પરણાવી દે છે.. અરે વાહ, બહુ સરસ ઘર ગોત્યું તમે, તમારી દિકરી માટે... "સાસરે રાજ કરસે" આવું સગા સંબંધી અનુમાન લગાડે છે. વાત તો સાચી લાગે છે ને...? મોટુ ઘર, સુંદર સમજુ કમાઊ પતિ, હાઈફાઈ રેહ ણી-કેહણી, પછી બીજુ શું જોઇએ? આટલું બધું તો સુખ પામશે આવનાર વહુ. શું પામશે એનો હિસાબ તો બધા એ લગાડી દિધો સાહેબ... ચાલો આજે એ શું શું ગુમાવશે એની નોંધ કરીયે... 1) માં બાપ ને ઘેર કોઇપણ નવી વસ્તુ આવે ત્યારે હક્ક થી કેહનારી ' આ તો હુંજ વાપરીશ' ને જ્યારે સાસરે પહલે જ દિવસે સાસુ નવી ચાંદર કાઢીને પોતાના દિકરા ને આપે અને દિકરા ની જુની ચાંદર વહુ ને ઓઢવા આપે ત્યારે તે પોતાનું "વર્ચસ્વ" ગુમાવે છે. 2) કોલેજ ની પિકનિક પર જતી દિકરી, મમ્મી ને પોતાની બેગ ભરવા નું કામ ચીંધી બેફિકર થઈ ટીવી જોત...

સલામતી કે સજા ..!!!

ઘણી બધી એવી લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી ઈન્સ્ટીટ્યૂટ છે જે પોતાના કેમ્પસ માં nuisance  રોકવા માટે છોકરીઓને ૮ વાગ્યા પછી પ્રવેશ આપતા નથી.  આ વાત પ્રત્યે મને કોઈ ઓબ્જેકશન નહોતું જ્યાં સુધી કારણકે મને આવી પરીક્ષાની તૈયારી કરતી છોકરીઓ સાથે કોઈ મુલાકાત થયી નહોતી. પણ હાલમાં જ આવી ૫-૬ છોકરીઓ સાથે મુલાકાત થયી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે. હોસ્ટેલ માં રહે છે અને ૮-૧૦ કલાક નું વાંચન  જરૂરી  છે. હોસ્ટેલ માં એક રૂમ માં ૫-૬ છોકરીઓ ભેગી હોવાથી વાંચી શકાતું નથી. ઈન્સ્ટિટ્યૂટ ૫ minute  ની જ દુરી પર છે અને ૨૪ કલાક ની લાયબ્રેરી ની સુવિધા ધરાવે છે. છોકરાઓ તેનો પૂરો ઉપયોગ કરે છે. મોટા ભાગે રાતે વાંચન કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય છે. પરંતુ છોકરીઓ આ લાયબ્રેરી ની સુવિધાનો ઉપયોગ કરી શકતી નથી  કારણકે છોકરાઓ નું ધ્યાન ભટકી શકે છે અથવા સંસ્થા ને સમાજ નો ભય  છે કે સલામતી ની ચિંતા છે પણ આ બધી જ બાબતો માં નુકસાન કોનું છે અને સહન કોને કરવું પડે છે.!!! અમુક વખતે બાવુ જ સામાન્ય લાગતી બાબતો કોઈની જિંદગી ની સૌથી મોટી મુશ્કેલી બની જતી હોય છે ...

સ્ત્રી શસક્તિકરણ પુરુષ ની મદદ વગર શક્ય જ નથી..!

હજુ આજે પણ મોટા ભાગના પુરુષો ઘર કામ માં મદદ કરવા કોઈ કાળે તૈયાર થતા નથી. (ખાસ કરીને મઘ્યમ વર્ગીય પુરુષો. ધનવાન માણસો પાસે જો કે નોકર ચાકર ની સગવડ હોવાથી સ્ત્રીઓ ને સમય મળી રહે છે.) ઘરકામ માં મદદ કરવી , અરે સામાન્ય કામ જેવા કે શાક લઇ આપવું, લોટ દળવા આપી આવવો કે કરિયાણું લાવી એવું એ પણ અતિ શરમજનક કર્યો માં આવે છે પુરુષો માટે.  હવે જયારે આપણે અમેરિકા જેવા દેશ સાથે હરીફાઈ કરી રહ્યા છે, ત્યાં જવા ઉતાવળા થયી રહ્યા છે  ત્યારે  થોડું શિક્ષિત થવું , સમાજ અને સમય સાથે તાલ મિલાવવો જરૂરી છે.  આજ યુવાનો વિદેશ માં જઈને સમય સાથે તાલ મિલાવે છે. પત્ની ને સાથ આપે છે અને સાથે મળીને આગળ વધીને સારી રીતે ઘર ચલાવે છે તથા એક બીજાને સહકાર આપે છે., મતલબ ખામી વડીલો ના સંસકાર  માં અને અહીં ના સમાજ ની માનસિકતા માં છે.  શું આ માટે સ્ત્રીઓ પોતે જવાબદાર નથી? સ્ત્રી શસક્તિકરણ ની વાતો કરતી સ્ત્રીઓ જયારે પોતાના જ ઘર ની સ્ત્રીને નીચે લાવવાની કોશિશ કરે, પોતાના દીકરાને સંસકાર ના નામે પત્ની ને કાબુ માં રાખવાની વાત શીખવાડે તો ક્યાંથી સંભવ થાય શસ્ક્તિકરણ અને કયી રીતે થાય સમાનતા અને ક્યાંથી થાય...

દીકરી

Image
નામ -   કોઈ પણ રાખો, શું ફરક પડે છે? જન્મ - દીકરી તરીકે જે જન્મથી માં બાપ ને લગ્નના ખર્ચ ની ચિંતા માં પાડી દેઈ છે. ઉંમર -  કોઈ પણ આંકડો ધારી લો. સરનામું- પહેલા બાપનું ઘર              પછી પતિનું              ભવિષ્યમાં દીકરાનું ઘર જો તે રાખશે તો              કે પછી કદાચ ઘરડાઘર વિશેષતા - બાપની દ્રષ્ટિએ તેજસ્વી અને સંસ્કારી દીકરી                 મા ની દ્રષ્ટિએ સમજુ                સાસુની દ્રષ્ટિએ આવડત વિનાની                વરની દ્રષ્ટિએ ખર્ચાડ                દીકરાની દ્રષ્ટિએ રહેવા દે તને કંઈ                 ખબર નહીં પડે                પોતાની દ્રષ્ટિએ ખબર નથી  કાર્યાનુભવ - ઘરકામ, ...