Posts

Showing posts from 2017

પ્રેમ સાથે માન કેમ નથી મળતું?

કોઈને પણ પૂછવામાં આવે કે તે પોતાની mummy ને કેટલો પ્રેમ કરે છે..! તો કદાચ હાસ્યાસ્પદ લાગશે કારણકે માતાનાપ્રેમ પર તો કેટલીયે કવિતાઓ લખાઈ છે. માતાના પ્રેમ નો કોઈ વિકલ્પ નથી પરંતુ આપણે માતાના પ્રેમ ના ગુણ ગાન ગાવાના બદલે જો દિલ થી મદદ  કરવાનું વિચારીએ તો કદાચ એ સાચી ભેટ હશે. દીકરી હોય તો માને ઘરકામ માં મદદ કરે પરંતુ પતિ કે દીકરો તો એ ના કરી શકે ને કારણકે માના પ્રેમ કે માની  સેવા કરતા સમાજે શીખવેલ પુરુષ તરીકે નું ઘમંડ અને  મિથ્યાભિમાન વધારે મહત્વનું છે?. આજ પછી જયારે પણ માતાના ગુણ ગાન ગાવાનું મન થાય તો એને મદદ કરવાનું વિચારજો કારણકે શબ્દો કરતા ખરું કાર્ય એને વધુ મદદ કરશે. એક બવું સામાન્ય લાગતી આ વાત ઘણો બદલાવ લાવી શકે છે અને સ્ત્રી ના સન્માન તથા સશક્તિકરણ  ને  ઘણે અંશે સાર્થક કરી શકે છે. બાકી શબ્દોથી માતાના પ્રેમ નો બદલો ક્યારેય ના વાળી શકાય. ચાલો જોઈએ કેટલા પુત્રો અહમ તથા સમાજ ને બાજુમાં મૂકી માતાનો સાચો પુત્ર બની શકે છે..!! નિબંધ લખવા જેટલું કે ફક્ત મોંઘી ભેટ આપી માં ને ખુશ કરવા જેટલું સહેલું નથી આ કાર્ય પણ સાચું અને ખરું છે.

આખરે ભણતર માં આગળ હોવા છતાં કારકિર્દી માં આ છોકરીઓ કેમ પાછળ હોય છે ?

એક સહજ સવાલ પુછાયો એક છોકરા તરફ થી કે સ્કૂલ માં હંમેશા ૮૦- ૯૦ % લાવા વાળી છોકરીઓ કારકિર્દી માં પાછળ કેમ હોય છે. આ વાત મનમાં તો હતી જ પરંતુ એ વાત share  કરવાનો મોકો આ પ્રશ્ન ના કારણે મળ્યો. હજુ આજે પણ મોટા ભાગની છોકરીઓ નું સપનું એક રાજકુમાર જેવો છોકરો મેળવવાનું હોય છે.જે એને સાચવે. સમાજ ની તથા ખુદ માતા પિતા પણ ૨૦ એક વર્ષે એવી જ ઈચ્છા રાખે કે હવે દીકરી પોતાના ઘરે જાય અને સુખી થાય. તેમની સૌથી મોટી ખુશી એમાં જ હોય.  લગ્ન પછી શૂન્ય થી શરૂઆત કરવી એ કોઈ પણ વ્યક્તિ માટે એટલી સરળ વાત નહતી કારણકે અથવા તો એવું કહેવામાં આવે કે ઘણું છે તારે કઈ કરવા ની જરૂર નથી અથવા તો તું ઘર માં ધ્યાન આપ ને , બધા ના time  adjust  થાય. પણ આ બધું જ ત્યારે યાદ આવે જયારે ઉમર ૫૦ ની આસ પાસ થાય અને પોતાના સપના ની એક વાર્તા મગજ માં યાદ આવે. જયારે બધા જ પોતાની દુનિયામાં વ્યસ્ત હોય., technology  સાથે જોડાયેલા હોય અને ફક્ત તમે જ ભણેલા અભણ થઈને બેઠા હોય. દીકરી ને ભણવા સુધી અપને પહોંચ્યા ખરા પણ તેમાં પણ લાલચ તો યોગ્ય મુરતિયો શોધવાની જ છે (મોટા ભાગના કિસ્સા માં )એ થી વિશેષ કઈ નહિ.  એમાં જીનદીના ઘડતરમાં  ભણતરનો કેટલો હિસ્સો

વહુ નું સાસરું અને જમાઈ નું સાસરું

આપણે ત્યાં જે પ્રમાણે જમાઈ રાજોને સાસરે સાચવવામાં આવે છે  કાશ તે જ પ્રમાણે વહુઓને તેમના સાસરે સાચવવામાં આવે તો  કોઈ દીકરીના માતા પિતા ને ચિંતા ના રહેત.  તમારું શું માનવું છે ?

શરમ , આબરૂ અને મર્યાદા

શરમ , આબરૂ અને મર્યાદા આ શબ્દો મહદંશે સ્ત્રીઓ સાથે જ જોડાયેલ છે. આનું કારણ હજુ સમજાયું નથી.  કોઈ નવજાત બાળક તરછોડે ત્યારે હંમેશા એમ જ કહેવાય કે કઈ રીતે માં નું હૃદય ચાલ્યું એવું કરતા. શું પિતા ની કોઈ જ જવાબદારી નથી ? આમ જયારે સમાનતા ની વાત કરવામાં આવે ત્યારે ઘણા પુરુષો સામે આવે છે કે પિતા પણ બરાબર જવાબદારી નિભાવે છે. કેમ બાળક માતા ને જ સોંપવું અને બીજું ઘણું બધું. સ્ત્રી પુરુષ ની ગેરહાજરી માં બંને ની જવાબદારી નિભાવી જાણે છે અને એ પણ સમાજ ના નિયમો થી બંધાયેલી હોવા છતાં. કેટલા પુરુષો એકલા હાથે બંનેની  ની જવાબદારી નિભાવી શકે અને બાળક ને મોટું કરી શકે. આવા પુરુષો મોટા ભાગે બિચારા   થઇ જતા હોય છે. તરત જ બીજી ચોકી શોધવાની શરુઆત થઇ જાય છે કારણકે એકલો પુરુષ તો ના કરી શકે ને બાળકો નો ઉચ્છેર , એકલો પુરુષ જમવાનું કઈ રીતે manage  કરે..!!  સમાજ માં આવા પુરુષો હોય તો આશ્ચર્ય થઇ જાય છે એ જ બતાવે છે અસલી સ્થિતિ.  અને છતાં સમાનતા ની વાત આવતા કૂદી પાડવામાં આવે છે. સમાનતા ની ખરી જરૂર તો પુરુષ ની સ્થિતિ સુધારીને કરવી જોઈએ જેથી એની હાલત દયનિય ના થાય. અહીં થી શરૂઆત કરીશું તો ઝડપથી આગળ વધી શકાશે.શરમ , આબરૂ

Financial Independence

છેલ્લાં એક વર્ષ માં મેં જેટલી સ્ત્રીઓ સાથે વાત કરી છે, એમાં થી મોટાભાગ ની સ્ત્રીઓ જે દુઃખી છે, સહન કરી રહી છે, મજબુર છે, બસ નિભાવી રહી છે એના પાછળ નું સૌથી મોટું કારણ છે તેઓ  Self Dependent નથી.! ડિગ્રી છે પણ job કરી નથી, કરોડપતિ ની દીકરી કરોડપતિ ના ઘરે પરણી પણ પોતાના bank account માં લાખ રૂપિયા પણ નથી, ઘરેણાં છે પણ સાસુ ની તિજોરી માં છે, લાખો રૂપિયા લગ્ન સભારંભ માં ખર્ચી નાખ્યા પણ પોતાનાં Start Up માટે fund નથી.!  શા માટે પોતાના ભવિષ્ય સાથે રમો છો? Financial Independence થી મોટું બીજું કોઈ સુખ નથી. પોતાની Capital, પોતાનું Career હશે તો આખી દુનિયા સાથે લડી શકશો. પોતાની મરજી  મુજબ જિંદગી જીવી શકશો.!  માતા પિતા ને મારી એટલી જ અરજ છે, કે આજ ના સમય માં દિકરીઓ ને બધાં ભણાવે તો છે જ, પણ એને એના પગ પર ઉભા રહેવાનો Chance પણ આપો, લગ્ન સમારંભ પાછળ ભલે ખર્ચો કરો પણ સાથે એને એની પોતાની મુડી પણ આપો (FD, PPF, Mutual fund) લાખો રૂપિયા ના ઘરેણાં આપવા કરતાં નાનો પણ એનો પોતાનો એક Flat આપો, ટુંકમા એણે આખી જિંદગી તમારા પર કે એના પતિ પર નિર્ભર ના રહેવું પડે એવી વ્યવસ્થા કરી આપો.!!

પારકી થાપણ

બેટી બચાવો બેટી પઢાઓ ત્યાં સુધી સંપૂર્ણ સાકાર નહિ થાય જ્યાં સુધી દીકરી પારકી થાપણ રહેશે. સ્ત્રી શસ્ક્તિકરણના રસ્તે સૌથી મોટો દુશ્મન આજ પ્રકારની વિચારસરણી અને ટ્રેડિશન છે.   સમાનતા ની વાતો થાય ત્યારે અમુક પુરુષો તરફ થી જાત ભાત ની ધડ માથા વગર ની  વાતો દ્વારા આક્ષેપો કરવામાં આવે છે પરંતુ હજારો માનસિકતા જે સમાજ દ્વારા તૈયાર કરવામાંઆવી છે અને જડતા થી હજુ સુધી એનો અમલ કરવામાં આવે છે. જેમ કે ઘર ની જવાબદારી સ્ત્રીઓ નું કામ , બાળકની જવાબદારી સ્ત્રીઓની જવાબદારી , વૃદ્ધો ની જવાબદારી સ્ત્રીઓની ફરજ (પોતાના પણ) , ઓફિસે જવાની છૂટ મળે પણ પુરુષ પાસે જરાય adjustment  કે મદદ  ની અપેક્ષા ના રખાય. પારકી થાપણ જ્યાં સુધી દીકરી રહેશે ત્યાં સુધી તે કોઈની પોતાની નહિ થાય અને બિચારી જ રહેશે.  સમાનતા ની વાતો ત્યાં સુધી ફક્ત એક સપનું જ રહેશે.    પોતાના જ માતા પિતા ની સેવા માં કે પોતાના જ બાળક ની સંભાળમાં  ego ક્યાંથી આવે. ..!! શુ એકલો પુરુષ માતાપિતા નીસંભાળ લેવામા અસક્ષમ પુરવાર થશે? શું એકલો પુરુષ બાળક ની સંભાળ ના લઇ શકે? આ જ વ્યવસ્થાને કારણે પૈસા કમાતો પુરુષ ઘર અને સંબંધો એકલા હાથે સંભાળી  શકતો નથી. શું કરવા પુ

તિરસ્કાર યોગ્ય છે?

આજની પેઢી ના દરેક માતા પિતા ની એવી ઈચ્છા હોય છે કે તેમનું સંતાન આજ ની હરીફાઈ ના યુગમાં કદમ થી કદમ મિલાવીને ચાલે અને હોવી પણ જોઈએ . તેમાં કઈ જ ખોટું નથી પરંતુ ઈચ્છાઓને સંતોષવા   પોતાનો વારસો , પોતાની ઓળખને ભૂલી જવી કેટલી યોગ્ય ?  આજ વાત પાર કેટલાય વડીલો હાલમાં પસ્તાવો રહ્યા છે . વિશ્વ ગુજરાતી દિવસની હમણાં ઉજવણી કરવામાં આવી અને આજના યુગ માં પણ પોતાના સંતાનોને ગુજરાતી માધ્યમમાં મુકવા બદલ કેટલાક માતા પિતાના વિચાર   જાણવામાં   આવ્યા . એક વાલીએ ખુબજ સરસ જવાબ આપ્યો - " મારુ સંતાન પેહલા એની શુ ઓળખ છે એ તો જાણે પછી એને પુરી દુનિયા વિશે જાણવાની છૂટ છે . એમને જણાવ્યું કે જેને પોતાનો જ પાયો ખબર નથી એ બીજી સંસ્કૃતિ જાણવા કેટલું સક્ષમ હશે ? એ અવ્વલ તો નહિ જ રહી શકે . એ જ રીતે જેને પોતાની જ ભાષા બોલવામાં પ્રયત્ન કરવો પડે છે કે શરમ   છે તે વળી બીજી ભાષા તો ફક્ત પોતાનું માન સંતોષવા જ શીખવાનો ને , એની કોઈ બીજી તમન્ના ના હોઈ શકે . આજ કાલના અંગ્

marriage વિશે શુ પ્લાન છે ?

ફેસબુક પર બવું જ સરસ પોસ્ટ વાંચી અને તે લેડી દ્વારા જે રીતે તે વાત રજુ કરાઈ એ વધારે રસપ્રદ લાગી.  જયારે સગવડતા માટે બનેલ કાયદા જ પ્રગતિ માં અવરોધ બને ત્યારે અસમંજસ માં મુકાવાઈ જવાય.  હાલ menstruation  days  પર ૨ દિવસ ની રજાની વિચારણા થઇ રહી છે , લોકો નો અભિપ્રાય મંગાઈ રહ્યો છે ત્યારે આ વાત સમજવી ખુબ જરૂરી છે.   આ વાત પર કોઈ પુરુષ સભ્ય તો સંમત છે જ નહિ અને અમુક તો એવો પણ  દાવો  કરે છે કે  જયારે સમાનતા ની વાત થઇ રહી છે તો કોઈ જ સગવડ હોવી  ના જોઈએ. આજે પણ મોટા ભાગની companies  દ્વારા ઇન્ટરવ્યૂ માં unmarried  woman  ને એક સવાલ નો સામનો કરવો જ પડે છે કે "     marriage નો શુ પ્લાન છે ?  આ સવાલ પૂછવા પાછળ નો ઉદ્દેશ્ય સ્ટેબિલિટી જાણવાનો છે.હજુ આજે પણ મોટા ભાગની સ્ત્રીઓ લગ્ન પછી નોકરી છોડી દે છે કે પતિ અને પરિવાર ને અનુકૂળ નોકરી પસંદ કરે  છે કે નાની મોટી નોકરી હોય તો લગ્ન પછી છોડવી પડે છે.     interviewer  કદાચ આ જ કારણે આ સવાલ કરે છે.  જે સમાજ ને એક પ્રતિબિંબ બતાવે છે અને સ્ત્રી હોવાની નબળાઈ દર્શાવે છે. મેટરનિટી leave  પણ ઘણા અંશે એક અવરોધ બને છે કારણકે જે લેડી લગ્ન પછી તરત જોબ cha

૨૧ મી સદીની આદર્શ વહુ

હમણાં જ એક marriage bureau ની મુલાકાત થઇ અને કંઈક નવું  જ જાણવા મળ્યું.  એક દીકરી ના પેરેન્ટ્સ યોગ્ય છોકરા ની શોધમાં હતા. દરમ્યાન સંચાલક એ પૂછ્યું કે મેં તમને એક છોકરો બતાવ્યો હતો તેનું શુ થયું.   દીકરી ના mummy નો જવાબ સાંભળીને આશ્રર્ય થયું કે અને કઈ ટીપે ની વિચારધારા કહેવાય.  તેમને જણાવ્યું કે મારી દીકરી અને તે છોકરા ની મિટિંગ થયી હતી જેમાં તેને જણાવ્યું કે મારે એવી જ છોકરી જોઈએ છે જે મારે માતા પિતા ની સેવા કરે અને ઘર નું કામ સંભાળે. marriage પછી કોઈ જ નોકરી કરવાનું વિચારે નહિ કારણ કે મારા માતા પિતા એ મારા માટે બહુ કર્યું. હવે મારા લગ્ન પછી હું એમને આરામ આપવા માંગુ છું અને બેઠા બેઠા જ બધું મળે તેવું સુખ આપવા માંગુ છું. આ છોકરો એક highly Educated (એન્જીનીર)  છોકરી ની શોધમાં છે જેને introduce  કરાવતા એમ પણ લાગે કે છોકરી educated  છે જેથી મોભો જળવાય અને બીજી બાજુ ફક્ત સેવા કરે અને ઘરકામ કરે. તેના મત મુજબ તેની પાસે enough પૈસા છે જેથી કોઈ પૂછે તો એ જણાવશે કે તેની wife ને તે કામ કરવા નથી માંગતો.  આ સાંભળ્યા પછી દીકરી એ request  કરી કે પાર્ટ ટીમે જોબ જો ક્યાંક મળતી હોય તો કરી શકું? અને જવ

આદર્શ સંતાન

આજ કાલનો સૌથી મોટો ચર્ચાનો વિષય  એટલે એ કે ઘડપણ માં અમારું કોણ..! વહુ સારી આવશે કે નહિ જે સેવા કરે.! એક બહુ જ સરસ પરિવાર જોયો જેના વિષે થોડું કહેવાનું મન થાય છે કારણકે લખો માં એક છે આ પરિવાર અને સંતાન.  બે ભાઈ , તેમના માતા પિતા અને દાદી સાથે રહેતા હતા. દાદી પથારીવશ થઇ ગયા જેથી તેમની જવાબદારી સીધી રીતે જ તેમની માતા ને માથે આવે. માતાને આ વાતની સતત ચિંતા થવા લાગી કારણકે પોતાની પણ હવે ૬૦ વર્ચ જેવી ઉમર તો થઇ ગયી હતી. એટલું બધું કામ એકલા હાથે કઈ રીતે કરશે તેની ચિંતા થતી હતી અને સ્વાભાવિક છે. પરંતુ તેમને એ વાત ની જાણ નહોતી કે એમના સંસકાર એમને મદદ રૂપ થવાના છે. બંને દીકરાઓ એ પુરુષ તરીકે નો અહં છોડીને પોતે જ જવાબદારી સ્વીકારી અને માતા ને એ જવાબદારી માં થી નિવૃત કરી. દાદી ની દિલ થી સેવા કરી કે દાદી પણ કેહવા મજબુર થયી ગયા કે દીકરા હોય તો આવા...! થોડા સમય પછી બંને ભાઈઓ ના લગ્ન થયા અને બંને ની પત્ની ઘરમાં આવી.  બંને ને ઘરમાં ભળતા વાર ના લાગી કારણકે છોકરાઓ આ સમાજ માં રહેવા છતાં  ઉત્તમ વિચાર ધરાવતા હતા.   અચાનક તેમના mummy ની તબિયત બગડી અને mummy પણ પાછળ ૨-૩ મહિના પથારીવસ રહ્યા. આવા સમયે વહુઓને

Thank you for your response

જો કે હજુ ફક્ત ૪ જ દિવસ થયેલ છે પરંતુ અમને મળેલ પ્રતિભાવ બાદલ ખુબ ખુબ આભાર.  આપણી સ્ટોરી જલ્દી જ proudindian1037 @gmail .com   પર મોક્લો.   

story telling ઈન ગુજરાતી ....

જિંદગી હંમેશા એક રોમાંચક સફર હોય છે અને આ સફર માં અમુક વખતે એવો ચમત્કાર થાય છે કે જે અન્ય માટે શીખ બની રહે છે.  આવી જ રોમાંચક , પ્રેરણા સભર , સંઘર્ષમય ,  સાચી વાતો આપણે અહીં share કરીશું. સ્ત્રી તરીકે તમારી જિંદગી ની મુશ્કેલીઓ વિષે ની વાર્તા ને પણ અગ્રતા આપવામાં આવશે.   જો તમારી પણ કોઈ એવી વાત હોય જે તમે share કરવા માંગો છો તો જુસ્ટ contact  કરો   અને અન્ય લોકો સાથે તમારી વાત પહોંચાડો. આવી જ સ્ટોરી માં થી selected ૩-૪ stories ને high light કરીશું.